પરીક્ષા/ NEET પરિક્ષાની તારીખમાં ફેરફાર થવાની શક્યતા,સપ્ટેમ્બરમાં યોજાઇ શકે છે

નીટની પરીક્ષાની તારીખ લંબાવાશે

Top Stories

કેન્દ્ર સરકારએ ધો.12નૂ પરિક્ષા રદ કરતાં વિધાર્થીઓની નજર નીટ અને જેઇઇ ની પરિક્ષા પર છે. સૂત્રોનાથી મળી રહેલા સંકેત મુજબ નીટ પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી છે. હવે સપ્ટેમ્બરના મહિનામાં યોજાવાનું ગણિત છે.પરતું આ પરીક્ષા હાલ ઓગસ્ટ મહિનામાં સૂચિત છે.પરીક્ષા પહેલાની જેમ ઓફલાઇન જ હશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નીટની પરિક્ષા પહેલા જુલાઇ અને ઓગસ્ટમાં જેઇઇની પરીક્ષા બે તબ્બકામાં કરાવવાની ચર્ચા ચાલી રહી છે. આ બન્ને તબ્બકાની પરીક્ષા પહેલા એપ્રિલ અને મે મહિનામાં થવાની હતી પરતું કોરોનાના સંક્રણમના લીધે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. ગત વર્ષે જેઇઇ ની સ્થગિત પરીક્ષા પહેલા કરાવવામાં આવી હતી,અને નીટની પરિક્ષા સપ્ટેમ્બરમાં કરાવવામાં આવીહતી.હાલમાં, ચેપની સ્થિતિને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ) તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને યોજનાને આખરી સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે.  એનટીએ આગામી સપ્તાહ સુધીમાં પરીક્ષાને લગતી પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરશે. જેથી વિદ્યાર્થીઓ આ ચિંતામાંથી મુક્તિ મેળવીને તેમની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનટીએ ઓનલાઇન પરીક્ષા પર પણ કામ કરી રહ્યું છે, પરંતુ તે તેનો ઉપયોગ કેટલીક નાની પરીક્ષાઓમાં જ કરવામાં આવી શકે છે.

જૂની પેટર્ન પર નીટ અને જેઇઇ  મેન્સ જેવી પરીક્ષાઓ લેવામાં આવશે આ અંતર્ગત, નીટ પરીક્ષા ઓફલાઇન અને પેન-પેપર મોડમાં લેવામાં આવશે, જ્યારે જેઇઇ મુખ્ય પરીક્ષા કમ્પ્યુટર આધારિત હશે. બંને પરીક્ષાઓ માટે, વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં આવવું પડશે. નોંધનીય છે કે લાખો વિદ્યાર્થીઓ આ બંને પરીક્ષામાં ભાગ લે છે. વર્ષ 2020 માં, આશરે આઠ લાખ વિદ્યાર્થીઓએ જેઇઇની પરીક્ષામાં ભાગ લીધો હતો અને નીટ પરીક્ષામાં લગભગ 14 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.