Not Set/ શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધના નિર્ણયથી પાકિસ્તાનને લાગ્યા મરચાં, આપી ધમકી

પાકિસ્તાનમાં એક બાજુ લઘુમતિઓના આસ્થાના સ્થળોને તોડવામાં આવી રહ્યા છે અને મંદિરોને સળગાવવા જેવી ઘટનાઓ બની રહી છે એટલું જ નહીં બલુચિસ્તાનમાં સ્થાનિકો સ્વતંત્રતાની લડાઇ રહ્યા છે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાન ભારત સહિત બીજા દેશોના આંતરિક બાબતમાં માથુ મારી રહ્યું છે. શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધને પાકિસ્તાન સાથે લેશમાત્રનો પણ સંબંધ નથી છતાં તેણે પાકિસ્તાનને સંબંધો […]

Top Stories World
veil શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધના નિર્ણયથી પાકિસ્તાનને લાગ્યા મરચાં, આપી ધમકી

પાકિસ્તાનમાં એક બાજુ લઘુમતિઓના આસ્થાના સ્થળોને તોડવામાં આવી રહ્યા છે અને મંદિરોને સળગાવવા જેવી ઘટનાઓ બની રહી છે એટલું જ નહીં બલુચિસ્તાનમાં સ્થાનિકો સ્વતંત્રતાની લડાઇ રહ્યા છે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાન ભારત સહિત બીજા દેશોના આંતરિક બાબતમાં માથુ મારી રહ્યું છે. શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધને પાકિસ્તાન સાથે લેશમાત્રનો પણ સંબંધ નથી છતાં તેણે પાકિસ્તાનને સંબંધો બગાડવાની ધમકી આપી દીધી છે.

Sri lanka શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધના નિર્ણયથી પાકિસ્તાનને લાગ્યા મરચાં, આપી ધમકી

શ્રીલંકામાં પાકિસ્તાનના રાજદૂતે કહ્યું કે બુરખા પર પ્રતિબંધના નિર્ણયથી શ્રીલંકા અને દુનિયાભરના મુસલમાનોની ભાવના પર ઠેસ પહોંચશે. વિરોધ વ્યક્ત કરવાની સાથે સાથે તેણે ઇશારા ઇશારામાં શ્રીલંકાને ધમકી પણ આપી છે.

બુરખા બેન પર એક સમાચારને ટ્વીટ કરતાં શ્રીલંકામાં પાકિસ્તાની રાજદૂત સાદ ખટ્ટાકે કહ્યું કે બુરખા બેનથી શ્રીલંકા અને દુનિયાભરના મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. કોરોનાના કારણે શ્રીલંકા પહેલેથી જ આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલું છે ત્યારે આંતરરાષ્ટ્રીય મંચો પર શ્રીલંકાને પોતાની છબિને લઇને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયમાં આર્થિક મુશ્કેલીઓ છતાં સુરક્ષાના નામે આ રીતના વિભાજનકારી પગલા ઉઠાવવાથી દેશમાં અલ્પસંખ્યકોના માનવાધિકારોને લઇને સવાલો ઉભા થશે.”

શ્રીલંકાના પબ્લિક સિક્યુરિટી મિનિસ્ટરે 3 દિવસ પહેલા જ સરકારના બુરખા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય અંગે જાણકારી આપી હતી. હવે પાકિસ્તાનની આ મામલે પહેલી પ્રતિક્રિયા આવી છે.

મહત્વનું છે કે શ્રીલંકાની કુલ વસતી 2.2 કરોડ છે જેમાં 70 ટકા વસતી બૌદ્ધ છે. અહીં 10 ટકા લોકો મુસ્લિમ, 12 ટકા હિંદુ અને 6 ટકા કેથોલિક છે. છેલ્લા કેટલાક સમયથી શ્રીલંકામાં બૌદ્ધ અને મુસલમાનો વચ્ચે સાંપ્રદાયિક ટકરાવ વધ્યો છે. ખાસ કરીને ઇસ્ટરમાં 2019માં ચર્ચ અને હોટલો પર થયેલા હુમલા પછી મુસ્લિમો સામે હુમલા વધ્યા છે.