Covid-19/ વુહાન શહેરથી ફેલાયેલી મહામારીને હવે ભારત આપી રહ્યુ છે માત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

ચીનનાં વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારી આજે બે વર્ષ બાદ પણ માનવ પ્રજાતિ માટે એક પડકાર બની રહી છે. આ વાયરસનાં કારણે છેલ્લા બે વર્ષથી જનજીવન અટકી ગયું છે.

Top Stories India
વુહાન

ચીનનાં વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારી આજે બે વર્ષ બાદ પણ માનવ પ્રજાતિ માટે એક પડકાર બની રહી છે. આ વાયરસનાં કારણે છેલ્લા બે વર્ષથી જનજીવન અટકી ગયું છે. કોરોનાનાં કેસ હજુ પણ સતત સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

આપને જણાવી દઇએ કે, ભારતમાં સતત બીજા દિવસે 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 40,120 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ કોરોનાએ 585 લોકોનો જીવ છીનવી લીધો. વળી 42,295 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે, એટલે કે તેઓ ઠીક થયા છે. 42 હજારથી વધુ લોકોની રિકવરી સાથે, સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે. તાજેતરમાં દેશમાં 3,85,227 એક્ટિવ કેસ છે. જો આપણે અત્યાર સુધી મળેલા કેસોની ટકાવારી જોઈએ તો તે માત્ર 1.20 ટકા છે. જે ગયા વર્ષે માર્ચ બાદ પ્રથમ વખત આટલો નીચે આવ્યો છે. આ સાથે, દેશમાં કોરોનાનો સાપ્તાહિક અને દૈનિક પોઝિટિવિટી રેટ પણ સતત 3 ટકાથી નીચે રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનાં કુલ 3,21,17,826 કેસ નોંધાયા છે. વળી, 3 કરોડ 13 લાખથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. વળી, 4,30,254 લોકો મૃત્યુ પામ્યા છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં રિકવરી રેટ સારો રહ્યો છે. રસીકરણની ઝડપ પણ વધી રહી છે. અત્યાર સુધીમાં 52,95,82,956 લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 57,31,574 લોકોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો – તાલિબાનની બર્બરતા / તાલિબાનીઓ જબરદસ્તી છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે, ઘણી છોકરીઓ ઘર છોડીને સલામત સ્થળે ભાગી રહી છે

કેન્દ્ર સરકારનું કહેવું છે કે આગામી મહિનાઓમાં રસીનો પુરવઠો વધશે. એવી આશા રાખવામાં આવે છે કે રસીકરણની ઝડપ હજુ ઝડપી બનશે. જે રાજ્યોમાં એક સમયે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યાંની સ્થિતિ હવે સારી છે. યુપી, બિહાર, દિલ્હી, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દરરોજ હજારો કેસ આવતા હતા. હવે અહી કોરોનાનાં કેસો ઘટી રહ્યા છે. જ્યારે કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રમાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. વળી જો ગુજરાતની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.