Patan/ ગાગલાસણના મહિલા સરપંચની દાદાગીરી, બિલ્ડરને આપી ધમકી

પાટણના સિદ્ધપુરની ઘટના મહિલા સરપંચે બિલ્ડરને આપી ધમકી લાંચ ન આપતા બિલ્ડરને ધમકી બિલ્ડરના પુત્રનું અપહરણની ધમકી આકરણી અંગે માગ્યા રૂ.10 લાખ સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામના મહિલા સરપંચ હંસાબેન જયેંદ્રગીરી ગોસ્વામી તથા તેમના પતિ જયંદ્રગીરી કાળુગીરી ગોસ્વામીએ ગામની સીમમાં આવેલ મકાનોની આકારણી કરવા બદલ રૂપિયા 10 લાખની માગણી કરી હતી. પણ બિલ્ડર હસમુખભાઈ પ્રજાપતિએ ન […]

Top Stories Gujarat Others
patan dhamaki 1 ગાગલાસણના મહિલા સરપંચની દાદાગીરી, બિલ્ડરને આપી ધમકી
  • પાટણના સિદ્ધપુરની ઘટના
  • મહિલા સરપંચે બિલ્ડરને આપી ધમકી
  • લાંચ ન આપતા બિલ્ડરને ધમકી
  • બિલ્ડરના પુત્રનું અપહરણની ધમકી
  • આકરણી અંગે માગ્યા રૂ.10 લાખ

સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામના મહિલા સરપંચ હંસાબેન જયેંદ્રગીરી ગોસ્વામી તથા તેમના પતિ જયંદ્રગીરી કાળુગીરી ગોસ્વામીએ ગામની સીમમાં આવેલ મકાનોની આકારણી કરવા બદલ રૂપિયા 10 લાખની માગણી કરી હતી. પણ બિલ્ડર હસમુખભાઈ પ્રજાપતિએ ન આપતા સરપંચ પરવારે તેમના ઘરે જઈ મારપીટ કરી દીકરાનું અપહરણ કરી જવાની ધમકી આપતા આ મામલે બિલ્ડરે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી થે. દાખલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

સિદ્ધપુર સનનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર હસમુખભાઈ પ્રજાપતિએ નોધાવેલ ફરિયાદ મુજબ ગાગલાસણ ગામની સીમમાં ધરતી બંગ્લોઝ નં -4 ની રહેણાંક મકાનોના પ્લોટીંગ કરી 44 મકાન બનાવેલ છે. જેમાંથી 20થી 22 મકાનો વેચાણ થયેલ છે. જે તમામ મકાનોની આકારણી કરવા ગ્રામ પંચાયતમાં આકારણી સારુ અરજી કરેલી, પરંતુ સરપંચ હંસાબેન જયેંદ્રગીરી ગોસ્વામી તથા તેમના પતિ જયંદ્રગીરી કાળુગીરી ગોસ્વામી છેલ્લા બે વર્ષથી આકારણી સારુ અમારી પાસે ખોટી માંગણી કરતા હતા.

સંદર્ભ મામલે સપ્ટેમ્બરમાં તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જેનું મનદુખ રાખી જયેન્દ્રગીરી કાળુગીરી ગોસ્વામી, હંસાબેન જયેંદ્રગીરી, કૌશિકગીરી કાળુગીરી ગોસ્વામી અને જયેંદ્રગીરીનો પુત્રએ 20 સપ્ટેમ્બરના રોજ ઘરે આવી દશ લાખ રૂપિયા આપો નહી તો તમારા દીકરાને ઉપાડી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે સિદ્ધપુર પોલીસે મહિલા સરપંચ, તેના પતિ સહિત ચાર સામે ગુનો નોંધ્યો છે.