કૃષિ આંદોલન/ ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ કાયદાઓનો વિરોધ બ્રિટનનાં સેન્ટ્રલ લંડનમાં પણ જોવા મળ્યો. ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં રવિવારે (06 ડિસેમ્બર) નાં રોજ લોકોએ ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે દરમિયાન ત્યાં એક ટોળું એકત્રિત થયું હતું. જેમાં કોરોનાની અવગણના કરવામાં આવી હતી. જો કે આ પ્રદર્શન દરમિયાન સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે […]

Top Stories World
corona 71 ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ કાયદાઓનો વિરોધ બ્રિટનનાં સેન્ટ્રલ લંડનમાં પણ જોવા મળ્યો. ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં રવિવારે (06 ડિસેમ્બર) નાં રોજ લોકોએ ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

corona 72 ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

જે દરમિયાન ત્યાં એક ટોળું એકત્રિત થયું હતું. જેમાં કોરોનાની અવગણના કરવામાં આવી હતી. જો કે આ પ્રદર્શન દરમિયાન સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે લોકોને કાબૂમાં રાખ્યા હતા. ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ભારતીય હાઈકમિશન સમક્ષ ખાલિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દરમિયાન ભારતની નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

corona 73 ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

સમાચાર એજન્સી દ્વારા જારી કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લંડનમાં પ્રદર્શન કરનારા સરકાર વિરોધી નારા લગાવી રહ્યા છે. જો કે, સુરક્ષા માટે તમામ એંગલોથી લંડન પોલીસે ભારતીય હાઈકમિશનને ઘેરી લીધું હતું. ભારતીય હાઈકમિશનની બહાર બ્રિટનનાં જુદા જુદા ભાગોમાંથી વિરોધીઓ એકત્ર થાય તે પહેલા પોલીસે ચેતવણી પણ આપી હતી.

લંડન પોલીસે પ્રદર્શનકારીઓને પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી કે, કોરોના સમયગાળા દરમિયાન 30 થી વધુ લોકો રસ્તા પર એકઠા થઈ શકશે નહીં. આમ કરવા બદલ લોકોને અટકાયત કરી દંડ પણ થઈ શકે છે. જો કે પોલીસે વિરોધને કાબૂમાં લેવા કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. લંડનમાં ભારતીય હાઈ કમિશનનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, વિરોધ પ્રદર્શનનાં આયોજકોએ લંડનની મેટ્રોપોલિટન પોલીસ સહિતનાં અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા હતા. શીખ ફેડરેશન યુકેએ એક ટ્વીટમાં જણાવ્યું છે કે, જે યુકેમાં શીખોનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ યુકેમાં ખાલિસ્તાની સમર્થકો માટે વ્યાપકપણે મોરચો ખોલી રહ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ

બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા કરવા કટિબદ્ધ…

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો