શ્રદ્ધાંજલિ/ ઊંઝાના MLA ડો. આશાબેન પટેલનું નિધન,અમિત શાહ સહિત આ નેતાએ પાઠવી શ્રદ્ધાંજલિ

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થયું છે. જેને લઈને ભાજપના ટોચના અગ્રણીઓ દુખ વ્યક્ત કરી રહ્યા છે.

Top Stories Gujarat Others
આશાબેન પટેલનું નિધન

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થયું છે. જેને લઈને ભાજપના ટોચના અગ્રણીઓ દુખ વ્યક્ત કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ આશાબેનના  નિધન બાદ દુખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

આ પણ વાંચો :લખતર હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત, 4 લોકોના કરું મોત

અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરતાં લખ્યું, આશાબેનનાં આકસ્મિક નિધનથી વ્યથિત છું. ગુજરાત ભાજપા પરિવાર માટે મોટી ખોટ છે. પરિવારજનોને સાંત્વના વ્યકત કરું છું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશાબહેનને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે જણાવ્યું છે કે, આશા બહેનના અવસાનથી દુ:ખ થયું છે. તેમણે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. આશાબહેને આપેલી સેવાની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી. આશા બહેનના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના કરી હતી.

https://twitter.com/Bhupendrapbjp/status/1469938268405829637?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1469938268405829637%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Fgujarat%2Funjha-mla-dr-ashaben-patel-dies-at-zydus-hospital-188397

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ઊંઝાના ધારાસભ્ય ડો. શ્રી આશાબેન પટેલના અવસાનથી દુઃખની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના કુટુંબીજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આશાબેનની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ૐ શાંતિ.

ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આશાબેન પટેલની તબિયતના હાલ જાણવા ભાજપના ટોચના નેતા એક પછી એક ઝાયડસ હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે.  ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ આશાબેન પટેલની તબિયતના હાલ જાણવા ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. દરમિયાન આશાબેનની હાલત અત્યંત ગંભીર હોવાની માહિતી આપી હતી.

આ પણ વાંચો :ઉંઝાનાં MLA આશાબેન પટેલનું નિધન, ઝાયડસમાં લીધા અંતિમ શ્વાસ

કોંગ્રેસનો હાથ છોડી કમળ પકડ્યું

ડો. આશા પટેલ વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ ઊંઝા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે નારાજ આશાબહેન પટેલ ભાજપમાં જોડાયા. વર્ષ 2019માં ભાજપે તેમને ઊંઝા બેઠક પરથી ફરી ટિકિટ આપી અને આશા પટેલ ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ઊંઝા APMCમાં આશા પટેલનું પ્રભુત્વ રહ્યુ હતું.

સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ સીધા જ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેઓ ધારાસભ્ય આશાબેન પટેલની ખબરઅંતર પૂછવા ગયા હતા. ત્યારે મંત્રી બ્રિજેશ મેરજા પણ ઊંઝાના ધારાસભ્યના હાલચાલ પૂછવા દોડી ગયા હતા.

આ પણ વાંચો : સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ, હડમતીયા ગામ

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, તંત્રની ચિંતામાં વવધારો, હજુ પણ બિન્દાશ ફરતી જનતા..