Not Set/ બિસ્માર રસ્તાઓ મામલે કાર્યવાહી, મ્યુનિ અધિકારીઓ વિરૂદ્ધ ફોજદારી કાર્યવાહી થશે

બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિક મામલે થયેલી જાહેર હિતની અરજીમાં હાઈકોર્ટની જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એ.વાય. કોગજેની ખંડપીઠે ચુકાદો આપ્યો છે કે, ખરાબ રસ્તાઓ અંગે મ્યુનિસિપિલ અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે. તેમના વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી તો થશે જ ઉપરાંત ફોજદારી એટલે કે ઇન્ડિયન પીનલ કોડ આઈ.પી.સી મુજબ પણ કાર્યયવાહી કરવામાં આવશે. અત્યારે બિસ્માર રસ્તાઓ માટે જે […]

Top Stories Ahmedabad Gujarat Trending
surat 12 બિસ્માર રસ્તાઓ મામલે કાર્યવાહી, મ્યુનિ અધિકારીઓ વિરૂદ્ધ ફોજદારી કાર્યવાહી થશે

બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિક મામલે થયેલી જાહેર હિતની અરજીમાં હાઈકોર્ટની જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એ.વાય. કોગજેની ખંડપીઠે ચુકાદો આપ્યો છે કે, ખરાબ રસ્તાઓ અંગે મ્યુનિસિપિલ અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે.

તેમના વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી તો થશે જ ઉપરાંત ફોજદારી એટલે કે ઇન્ડિયન પીનલ કોડ આઈ.પી.સી મુજબ પણ કાર્યયવાહી કરવામાં આવશે.

અત્યારે બિસ્માર રસ્તાઓ માટે જે જવાબદાર મ્યુનિસિપલ અધિકારીઓ વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમાં ઝડપથી કાર્યવાહી કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપવામાં આવ્યો છે.

કોઈ રસ્તા કે પુલનું બાંધકામ કે રિસર્ફેસિંગ થયા પછી આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર રસ્તાની ગુણવત્તાની ચકાસણી કરી કોન્ટ્રાક્ટરને સર્ટિફિકેટ આપે છે.

આ સર્ટિફિકેટ મળ્યા પછી જ કોન્ટ્રાક્ટરને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ટેન્ડરની રકમનું ચૂકવણું કરવામાં આવે છે. આ સર્ટિફિકેટ ફાળવવામાં જરાપણ ભ્રષ્ટાચાર ન થાય તેનું ધ્યાન રાખવાનું સૂચન હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે.