સુરેન્દ્રનગર/ લીંબડીના ગાયત્રી મંદિરમાં બિરાજમાન પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

સચિન પીઠવા -મંતવ્ય ન્યુઝ લીંબડી તળાવ કાંઠે આવેલા ગાયત્રી મંદિરના પટાંગણમાં બિરાજમાન પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. દાનપેટીમાંથી રોકડ રકમ લઈ ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી. લીંબડી જૂના જકાતનાકા પાસે તળાવ કાંઠે આવેલા ગાયત્રી મંદિરના પટાંગણમાં બિરાજમાન પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. તૂટેલી દાનપેટી મંદિર બહાર […]

Gujarat Others
Untitled 294 લીંબડીના ગાયત્રી મંદિરમાં બિરાજમાન પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

સચિન પીઠવા -મંતવ્ય ન્યુઝ

લીંબડી તળાવ કાંઠે આવેલા ગાયત્રી મંદિરના પટાંગણમાં બિરાજમાન પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. દાનપેટીમાંથી રોકડ રકમ લઈ ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી.
લીંબડી જૂના જકાતનાકા પાસે તળાવ કાંઠે આવેલા ગાયત્રી મંદિરના પટાંગણમાં બિરાજમાન પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. તૂટેલી દાનપેટી મંદિર બહાર રીક્ષામાં મૂકી ચોર ટોળકી ફરાર થઈ ગઈ. વહેલી સવારે પુજારી મંદિરે આવ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. તેમણે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. દાનપેટીમાં મોટી રકમ નહીં હોવાથી પુજારીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી ચોરીને લઈ શિવ ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તસ્કરો પ્રત્યે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.