PM Modi/ તમારા દીકરાને સમજાવો… બ્રિટનની સંસ્થાએ લખ્યો વડાપ્રધાન મોદીના માતા હિરાબાને પત્ર..!!

બાળકો તોફાન કરે ત્યારે તેની ફરિયાદ વાલીઓને કરવામાં આવતી હોય છે પરંતુ એક એવી ઘટના ઘટી છે જેમાં વડાપ્રધાન મોદીને લઈને તેમનાં માતા હીરાબાને એક સંસ્થાએ ફરિયાદ સૂચક પત્ર લખ્યો છે કે

Gujarat World
ngo wrote lateer

બાળકો તોફાન કરે ત્યારે તેની ફરિયાદ વાલીઓને કરવામાં આવતી હોય છે પરંતુ એક એવી ઘટના ઘટી છે જેમાં વડાપ્રધાન મોદીને લઈને તેમનાં માતા હીરાબાને એક સંસ્થાએ ફરિયાદ સૂચક પત્ર લખ્યો છે કે “તમારા દિકરાને સમજાવો.” યુકેના બ્રેડફોર્ટ શહેરમાં ભારતીય સામાજિક અને સાંસ્કૃતિક કાર્ય સાથે સંકળાયેલી શીખ સંસ્થા “બ્રિટિશ એજ્યુકેશન એન્ડ ક્લચરલ એસોસિએશન ઓફ શિખ્સ”એ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હિરાબાને એક પત્ર લખ્યો છે.

SpiceJet / આખરે….27મીથી કેવડિયા થી સાબરમતી સીપ્લેનનો પુનઃ પ્રારંભ…

આશ્ચર્યજનક રીતે હિરાબાને સંબોધીને પત્રમાં લખ્યું છે કે, ‘ખેડૂત આંદોલનને લઈને ઘણા લોકો દ્વારા ‘પંજાબની માતાઓને બદનામ કરવામાં આવી રહી છે. જોકે એવું થવું જોઈએ નહીં. હિરાબા તમારે આ વિશે પુત્ર નરેન્દ્ર મોદી સાથે વાત કરવી જોઈએ.’આ સંસ્થાના આગેવાનોનું કહેવું છે કે, ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ઘણી મહિલાઓ પંજાબની માતા પ્રત્યે દુષ્પ્રચાર કરી રહી છે. આ સંદર્ભમાં તેણે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનું નામ લેતાં કહ્યું કે તે પંજાબની માતા વિશે ખરાબ શબ્દોનો ઉપયોગ કરી રહી છે. જ્યારે આવું ન થવું જોઈએ. આવી સ્થિતિમાં લોકોની વાત સાંભળવી એક લીડરની ફરજ છે. માતા પંજાબ કે અન્ય કોઈ રાજ્યની હોય, તેણીનું સન્માન થવું જોઈએ.

removed / આ કંપનીના ભારતીય પ્લાન્ટના વાઇસ પ્રેસિડેન્ટને હટાવાયા, કર્મચ…

આ ઉપરાંત આ પત્ર અંતર્ગત એવું પણ કહેવાયું છે કે, ‘આંદોલન સાથે સંકળાયેલી પંજાબની માતાઓને બદનામ કરવામાં આવી રહી છે. તેથી જ અમે નરેન્દ્ર મોદી અને તેમની સરકારને વિનંતી કરીએ છીએ કે જેઓ પંજાબની માતાઓ વિશે અપશબ્દોનો ઉપયોગ કરે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરો અને તેમને આવું કરતા રોકો આશા છે કે દેશની માતા-બહેનોનું સન્માન કરવાની ભારતીય પરંપરા જીવંત રહેશે, તમે આ માટે શક્ય પ્રયત્નો કરશો.’

Political / બંગાળમાં મમતાના પેંગળામાં પગ નાખી ભાજપ થશે સફળ ?…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…