Political/ નવુ મંત્રીમંડળ બનાવી ભાજપ લોકોને ગુમરાહ કરી રહ્યુ છેઃ હાર્દિક પટેલ

હાર્દિકે કહ્યુ કે, ભાજપ આગેવાનોએ જે રીતે મંત્રીમંડળમાં ‘નો રિપીટ’ નક્કી કર્યુ તેવી જ રીતે રાજ્યની જનતાએ ભાજપને હવે ‘નો રિપીટ’ ની થિયરીનું નક્કી કર્યુ છે.

Top Stories Gujarat Others
11 76 નવુ મંત્રીમંડળ બનાવી ભાજપ લોકોને ગુમરાહ કરી રહ્યુ છેઃ હાર્દિક પટેલ
  • ગુજરાત કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ હાર્દિક પટેલનું નિવેદન
  • નવા મંત્રીમંડળને લઈને હાર્દિક પટેલે આપ્યું નિવેદન
  • નવામંત્રી મંડળ બનાવી ભાજપ લોકોને ગુમરાહ કરે છે
  • જનતાએ ભાજપને હવે નો રિપીટની થિયરીનું નક્કી કર્યું છે
  • ભાજપના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં આવે તો વેલકમ
  • નીતિન પટેલ હોય તે જૂના સાથી મિત્રોને કોંગ્રેસમાં વેલકમ

રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની ટીમ હવે લગભગ તૈયાર થઇ ગઇ છે તેવુ કહી શકાય છે. જણાવી દઇએ કે, ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરી સરકાર બદલી નાખી છે. વિજય રૂપાણીને હટાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને હવે સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે. આ વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું નિવેદન સામે આવી રહ્યુ છે.

આ પણ વાંચો – ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલની ટીમ તૈયાર, કુલ 23 મંત્રીઓ લેશે શપથ

આપને જણાવી જઇએ કે, ગુજરાતનું નવું મંત્રીમંડળ આજે એટલે કે ગુરુવારે બપોરે શપથ લેશે, તે પહેલા જ ધારાસભ્યોને ફોન કોલ શરૂ થઈ ગયા હતા. જ્યારે હવે કુલ 23 એવા નામ સામે આવ્યા છે કે જેમને સરકારમાં મંત્રી પદ મળશે. ત્યારે આ સમગ્ર રાજનીતિક ઉથલ-પાથલ વચ્ચે ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે નિવેદન આપ્યુ છે, જેમા તેમણે કહ્યુ છે કે, ભાજપ રાજ્યમાં નવુ મંત્રીમંડળ બનાવી રાજ્યની જનતાાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહી છે. વધુમાં હાર્દિકે કહ્યુ કે, ભાજપ આગેવાનોએ જે રીતે મંત્રીમંડળમાં ‘નો રિપીટ’ નક્કી કર્યુ તેવી જ રીતે રાજ્યની જનતાએ ભાજપને હવે ‘નો રિપીટ’ ની થિયરીનું નક્કી કર્યુ છે. વળી હાર્દિકે કહ્યુ કે, ભાજપનાં દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં આવવા માંગતાા હોય તો તેનુ વેલકમ કરવામાં આવશે.

આ પણ વાંચો – નિર્ણય / અમદાવાદ એરપોર્ટ પર રન-વે રહેશે બંધ, 70 ફ્લાઇટનાં શિડ્યૂલ બદલાશે

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કુલ 23 મંત્રી શપથ લેશે. અમદાવાદમાંથી મુખ્યમંત્રી સહિત 3 ને સ્થાન આપવામાં આવશે. વળી 2 મહિલા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. ઉપરાંત, ઉત્તર ગુજરાતમાંથી 3 મંત્રીનો, મધ્ય ગુજરાતમાંથી 5 મંત્રી, સૌરાષ્ટ્રમાંથી 7 મંત્રી અને દક્ષિણ ગુજરાતમાંથી 6 ધારાસભ્યોને સ્થાન આપવામા આવશે.