Not Set/ પાટડીની કેનાલમાં રીપેરીંગ કામ હાથ ધરાતા ખેડૂતોને મોટી રાહત

નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારને થયો હોવાની તંત્ર દ્વારા ગુલબાંગો ફેંકવામાં આવે છે.

Gujarat Others
1 343 પાટડીની કેનાલમાં રીપેરીંગ કામ હાથ ધરાતા ખેડૂતોને મોટી રાહત

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારને થયો હોવાની તંત્ર દ્વારા ગુલબાંગો ફેંકવામાં આવે છે. ત્યારે રણકાંઠામાં વારંવારનાં ગાબડાથી કેનાલનાં નબળા કામની પોલ ઉઘાડી પડવા પામી હતી. આથી તાલુકા પંચાયતનાં પ્રમુખ દ્વારા ઉચ્ચ લેવલે રજૂઆત કરાયા બાદ રણકાંઠાની નબળી કેનાલોનું રીપેરીંગ કામ હાથ ધરાતા ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો.

1 344 પાટડીની કેનાલમાં રીપેરીંગ કામ હાથ ધરાતા ખેડૂતોને મોટી રાહત

ભ્રષ્ટાચાર: બોટાદ નર્મદાની LD-6 કેનાલનું અધુરું કામ પૂર્ણ કરવા કારોલના ગ્રામજનોની માંગ

રણકાંઠા વિસ્તારમાંથી પસાર થતી 631.35 કિ.મી. લાંબી ઝીંઝુવાડા શાખા કેનાલથી રણકાંઠાનાં અંતરિયાળ 47 ગાંમડાનાં 18,458 ખેડૂતોની 5,3342 સીસીએ હેક્ટર જમીનને પીયતનો લાભ મળે છે. જ્યારે 160.32 કિ.મી.લાંબી ખારાઘોડા શાખા કેનાલથી રણકાંઠાનાં 16 ગામડાઓનાં 6,202 ખેડૂતોની 13,398 સીસીએ હેક્ટર જમીનને પિયતનો લાભ મળે છે. જ્યારે રણકાંઠા વિસ્તારનાં માલવણ, અખીયાણા અને પીપળી સહિતનાં ગામોમાંથી પસાર થતી માળીયા શાખા કેનાલનું પાણી ફક્ત પીવાના જ ઉપયોગમાં લેવાય છે. ત્યારે એક બાજુ તંત્ર દ્વારા સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારનાં 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદાનાં નીર પહોંચી ગયા હોવાના દાવાઓ કરાય છે. ત્યારે પાટડી તાલુકામાંથી પસાર થતી કેનાલોમાં છેલ્લા પાંચ વર્ષમાં 20થી વધુ ગાબડાઓનાં લીધે એકબાજુ ખેડૂતો પાયમાલ બન્યા હતા. જ્યારે બીજી બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાયેલી કેનાલોનાં નબળા કામોની પોલ છતી થવા પામી હતી. આ અંગે રણકાંઠાનાં ખેડૂતોની વ્યાપક માંગને ધ્યાનમાં રાખીને પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયાએ છેક ગાંધીનગર ઉચ્ચ લેવલે રજૂઆત કરવામાં આવ્યા બાદ રણકાંઠાની નબળી કેનાલોનું રીપેરીંગ કામ હાથ ધરાતા ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો.

1 345 પાટડીની કેનાલમાં રીપેરીંગ કામ હાથ ધરાતા ખેડૂતોને મોટી રાહત

વાવાઝોડાની અસર: તાઉ-તેનાં કારણે થયેલા લાખો ટન મીઠાનાં ધોવાણનાં વળતર માટે મોરબી જિલ્લા પંચાયતનાં પ્રમુખે CM ને કરી રજૂઆત

આ અંગે પાટડી તાલુકા પંચાયતનાં પ્રમુખ ખેંગારભાઇ ડોડીયાએ જણાવ્યું કે, હાલમાં મીઠાઘોડા અને ઓડું શાખા કેનાલનું રીપેરીંગ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. અને હું જાતે એનું નિયમીત નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી રહ્યોં છુ. પાટડી ત‍ાલુકાના પાનવા અને દસાડા વચ્ચેના અતિ બિસ્માર અને ઉબડખાબડ રસ્તાના લીધે આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી ઉઠાવવાની નોબત આવી હતી. આથી વ્યાપક રજૂઆત બાદ દસાડા પાનવા વચ્ચેના રસ્તાનું રીપેરીંગ કામ સ્ટેટ રોડ વિભાગ દ્વારા હાથ ધરાતા આ વિસ્તારના લોકોમાં અને આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકોએ રાહતનો દમ લીધો હતો.

kalmukho str 7 પાટડીની કેનાલમાં રીપેરીંગ કામ હાથ ધરાતા ખેડૂતોને મોટી રાહત