Not Set/ હિંમતનગરમાંથી બોગસ તબીબ ઝડપાયો, દર્દીઓને આપતો હતો એલોપેથીક દવાઓ

મંતવ્ય ન્યૂઝ, એક તરફ બોગસ તબીબોનો સાબરકાંઠા જિલ્લામાં રાફડો ફાટ્યો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગના હાથે આવો જ એક તબીબ ઝડપાઇ આવ્યો છે. હિંમતનગર શહેરમાં બસ સ્ટેશન સામે શોપીંગ સેન્ટરમાં બોગસ તબીબ મનોચિકીત્સાલય ખોલીને બેઠો હતો અને એલોપેથીક દવાઓ પણ સારવાર દરમ્યાન દર્દીઓને આપતો હતો. આ અંગે આરોગ્ય વિભાગે બોગસ દર્દી ઉભુ કરીને તેને […]

Gujarat Others
બોગસ તબીબ હિંમતનગરમાંથી બોગસ તબીબ ઝડપાયો, દર્દીઓને આપતો હતો એલોપેથીક દવાઓ

મંતવ્ય ન્યૂઝ,

એક તરફ બોગસ તબીબોનો સાબરકાંઠા જિલ્લામાં રાફડો ફાટ્યો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગના હાથે આવો જ એક તબીબ ઝડપાઇ આવ્યો છે. હિંમતનગર શહેરમાં બસ સ્ટેશન સામે શોપીંગ સેન્ટરમાં બોગસ તબીબ મનોચિકીત્સાલય ખોલીને બેઠો હતો અને એલોપેથીક દવાઓ પણ સારવાર દરમ્યાન દર્દીઓને આપતો હતો. આ અંગે આરોગ્ય વિભાગે બોગસ દર્દી ઉભુ કરીને તેને મોકલીને છટકું ગોઠવી દરોડો પાડીને તપાસ કરતા બોગસ તબીબ નિશીથ ભોજાણી પાસે થી કોઇ જ ભારતીય તબીબી ડીગ્રી નહી હોવાનુ સામે આવ્યુ હતુ.

તેને કેલેફોર્નીયાની ડીગ્રી હોવાનુ એક પ્રમાણપત્ર મનોચીકીત્સક અંગેનું મૌખીક જણાવ્યું હતું જે સામાન્ય રીતે પણ ભારતીય મેડીકલ કાઉન્સીલ માન્ય નહોતુ. તો આરોગ્ય વિભાગે પણ કેલીફોર્નીયાની ડીગ્રી નુ પ્રમાણપત્ર રજુ કરવા માટે માંગ કરી છે કારણ કે એ પણ દર્દીઓને ભરમાવવા માટે ઉપયોગમાં લીધુ હતુ કે કેમ તે પણ આરોગ્ય વિભાગને આશંકા છે. તે પ્રમાણપત્ર હકીકતે સાચુ જ છે કે પછી ખોટુ તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે.

વ્યાપક પ્રમાણમાં તેની પાસેથી એલોપેથીક દવાઓનો ઝથ્થો મળી આવતા આખરે આરોગ્ય વિભાગે બોગસ તબીબ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. તે કેટલા સમય થી દવાખાનુ ચલાવતો હતો અને અત્યાર સુધીમાં કેટલા દર્દીઓને દવાઓ એલોપેથીક આપી હતી તે તમામ બાબતોની તપાસ આરોગ્ય વિભાગે હાથ ધરી છે. સાત મહીના થી નિશીથ હિંમતનગરમાં દવાખાનુ ચલાવતો હતો અને દર્દીઓને સારવાર કરતો હતો.