Not Set/ પાકિસ્તાની પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ઓમર શરીફ ની હાલત નાજુક

તેમના પરિવારે શનિવારે કહ્યું કે તેઓએ શરીફને સારવાર માટે અમેરિકા લઈ જવાની વ્યવસ્થા કરવા માટે વડાપ્રધાન કાર્યાલયને વિનંતી કરી છે

World
ઉમર પાકિસ્તાની પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ઓમર શરીફ ની હાલત નાજુક

પાકિસ્તાનના સુપ્રસિદ્ધ કોમેડિયન અને ટેલિવિઝનના જાણીતા કલાકાર ઓમર શરીફ ગંભીર રીતે બીમાર છે. તેમના પરિવારે શનિવારે કહ્યું કે તેઓએ શરીફને સારવાર માટે અમેરિકા લઈ જવાની વ્યવસ્થા કરવા માટે વડાપ્રધાન કાર્યાલયને વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે, 66 વર્ષીય ઓમર ઉપખંડના જાણીતા કલાકાર અને નિર્માતા છે. હાલમાં તે કરાચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. ગયા વર્ષે તેમની હાર્ટ બાયપાસ સર્જરી થઈ હતી અને ત્યારથી તેમની તબિયત કઠળી રહી છે અને તેઓ યાદશક્તિ પણ ગુમાવી રહ્યા છે. તેમની પત્ની ઝરીને જણાવ્યું હતું કે, “તેઓ વ્હીલચેર સુધી મર્યાદિત છે અને યુ.એસ. માં વિશેષ તબીબો પાસેથી તાત્કાલિક સારવારની જરૂર છે. જો તેઓ અમેરિકા ન જઈ શકે તો તેમના હૃદયનું ઓપરેશન અહીં કરવું પડશે, જે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

દરમિયાન, સિંધના ગવર્નર ઇમરાન ઇસ્માઇલ અને ફેડરલ ઇન્ફર્મેશન મિનિસ્ટર ફવાદ ચૌધરી હોસ્પિટલમાં ઉમરની સ્થિતિ પૂછવા ગયા અને તેમની પત્નીને ખાતરી આપી કે તેઓ ઉમરને અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરશે.