Not Set/ અસલામત અમદાવાદમાં વધુ એક એસિડ અટેકની ઘટના

રવિ ભાવસાર મંતવ્ય ન્યૂઝ અમદાવાદ અમદાવાદમાં વધુ એક એસિડ એટેકની ઘટના બની છે. પરંતુ આ વખતે કોઈ મહિલા પર એસિડ એટેક નથી થયો પણ હોસ્પિટલમાં કામ કરતા એક કર્મચારી પર એસિડ એટેક કરવામાં આવ્યો. અને તે પણ સામાન્ય તકરાર નો બદલો લેવાના ઈરાદે કરવામાં આવ્યો છે… જોકે  ઘટના બનતાની સાથે જ પોલીસ દોડતી થઇ હતી […]

Ahmedabad Gujarat
crime 222 અસલામત અમદાવાદમાં વધુ એક એસિડ અટેકની ઘટના
રવિ ભાવસાર મંતવ્ય ન્યૂઝ અમદાવાદ
અમદાવાદમાં વધુ એક એસિડ એટેકની ઘટના બની છે. પરંતુ આ વખતે કોઈ મહિલા પર એસિડ એટેક નથી થયો પણ હોસ્પિટલમાં કામ કરતા એક કર્મચારી પર એસિડ એટેક કરવામાં આવ્યો. અને તે પણ સામાન્ય તકરાર નો બદલો લેવાના ઈરાદે કરવામાં આવ્યો છે… જોકે  ઘટના બનતાની સાથે જ પોલીસ દોડતી થઇ હતી અને ફરીયાદ નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.
પોલીસ કસ્ટડીમાં દેખાતા આરોપીનુ નામ છે પ્રકાશ સોલંકી. આ એજ આરોપી છે કે જેને શારદાબેન હોસ્પીટલમાં લેબ ટેકનીશયન તરીકે કામ કરતા કર્મચારી પર સામાન્ય તકરારમાં હુમલો કર્યો.આરોપી પ્રકાશ સોલંકી શારદા બેન હોસ્પીટલમાં બલ્ડ ડોનેટ કરવા ગયો અને બ્લડ ડોનેટ કરી સામે પૈસા માગ્યા હતા પરંતુ લેબ ટેકનિશિયન રમેશ ભાઈ વાધેલા  ધ્વારા હોસ્પીટલમાં અત્યારે કોઈને બલ્ડની જરુર નથી તમે બીજી સંસ્થામાં જઈને કરી દો તેવુ કહેતા આરોપી પ્રકાશ આવેશમાં આવીને રમેશભાઈ સાથે મારામારી કરવા લાગ્યો હતો.બાદમાં હોસ્પીટલ ના લેબમાંથી એસીડની બોટલ લઈને લેબ ટેકનીશ્યન ના મોટાના ભાગે નાખી ફરાર થઈ ગયો હતો. જોકે આ સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઈ હતી
શહેરકોટડા પોલીસ ને બનાવની જાણ થતા ત્યાં પહોંચી હતી અને ધટનાને લઈને મહ્તવના પુરાવા એટલે કે સીસીટીવી મળી આવતા પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરુ કરી હતી. જોકે  ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આરોપીની પ્રાથમીક તપાસમાં તેની સામે નરોડા પોલીસ સ્ટેશનમાં મારામારી અને રખીયાલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર હથીયાર રાખવા બદલનો ગુનો નોંધાયેલો છે.આરોપી હાલ બેરોજગાર હોઈ  જરુરીયાત મંદ લોકોને બલ્ડ આપી સામે પૈસા લેવાનુ કામ કરતો.
હાલ તો શહેરકોટડા પોલીસે પ્રકાશ સોલંકીની ધરપકડ કરી વધુ કોઈ જગ્યાએ ગુના આચર્યા છે કે સાથે જ આરોના રીમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ બાદ વધુ ગુનાઓના ભેદ ઉકેલાવા સંભાવનાઓ સેવાઈ રહી છે.