નવસારી/ દિલધડક ઓપરેશન, ગણદેવીની અપહ્યત કિશોરીને 48 કલાકમાં છોડાવતી નવસારી પોલીસ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી 14 વર્ષીય કિશોરીનું બે દિવસ અગાઉ અપહરણ થયું હતું. જેમાં અપહરણ કરનાર યુવાને કિશોરીના પિતા પાસેથી એક કરોડની ખંડણી માંગી હતી.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 11 13T142255.692 દિલધડક ઓપરેશન, ગણદેવીની અપહ્યત કિશોરીને 48 કલાકમાં છોડાવતી નવસારી પોલીસ
  • નવસારી પોલીસને મળી મોટી સફળતા
  • આરોપીએ કિશોરીના પિતા પાસે માંગી હતી 1 કરોડની ખંડણી
  • LCBએ ત્રણ ટીમ બનાવી દિલધડક ઓપરેશન પાર પાડ્યું
  • આરોપીને દિલ્હી-લખનઉ રોડ પાસેથી ઝડપી પાડયા

Navsari News: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી 14 વર્ષીય કિશોરીનું બે દિવસ અગાઉ અપહરણ થયું હતું. જેમાં અપહરણ કરનાર યુવાને કિશોરીના પિતા પાસેથી એક કરોડની ખંડણી માંગી હતી.જે મામલે જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ સહિત એલસીબીની ટીમ કામે લાગી હતી. ત્યારે માત્ર 48 કલાકની અંદર પોલીસે ઓપરેશન ચાલવી અપહ્યત કિશોરીને છોડાવી લીધી છે. LCB એ આરોપીની દિલ્હી-લખનઉ રોડ પાસેથી ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાની એક સગીરાનું સમીર પઠાણ નામનો યુવાન અપહરણ કરી લઇ ગયો હતો. જેથી પરિવારજનોએ સગીરાની આજુબાજુના વિસ્તારમાં તેમજ સગા સબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ સગીરાનો કોઈ પત્તો લાગ્યો હતો. દરમિયાન અપહરણકર્તાએ સગીરાના પિતાને વોટ્સએપ પર ફોન કરી 1 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.

જેથી સગીરાના પરિવારજનો ગભરાઈ ગયા હતા. આ બાબતે સગીરાના પિતાએ ગણદેવી પોલીસ મથકે સમીર પઠાણ નામના યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ઘટના અંગેની તપાસ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સોંપવામાં આવી છે. જેથી પોલીસે વોટ્સએપ પર આવેલા ફોન પરથી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 દિલધડક ઓપરેશન, ગણદેવીની અપહ્યત કિશોરીને 48 કલાકમાં છોડાવતી નવસારી પોલીસ


આ પણ વાંચો:ક્રિકેટ રમતાં બાળકોને લીગલ નોટિસ, 70 વર્ષના વૃદ્ધે 5 લાખનો કર્યો દાવો

આ પણ વાંચો:સગીર વિદ્યાર્થીએ 8 વર્ષની બાળકીના મોંઢે સેલોટેપ મારી, હાથ બાંધી બનાવી હવસનો શિકાર

આ પણ વાંચો:સાવરકુંડલામાં દિવાળીને રાત્રિએ ઈંગોરીયા યુદ્ધ જામ્યું,જાણવા જેવો રસપ્રદ ઈતિહાસ

આ પણ વાંચો:રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પહોંચી ગયા ઝુંપડપટ્ટીમાં…..,અને જાણો પછી શું થયું