છેતરપિંડી/ કેબ ડ્રાઈવરે મહિલા મુસાફરને ઈમોશનલ બ્લેકમેલ કરી

રડતા રડતા કેબ ડ્રાઈવરે કહ્યું હું આપઘાત કરી લઈશ

Top Stories India
YouTube Thumbnail 2024 02 28T184146.366 કેબ ડ્રાઈવરે મહિલા મુસાફરને ઈમોશનલ બ્લેકમેલ કરી

@નિકુંજ પટેલ

આજના સમયમાં ઘમા પ્રકારની છેતરપિંડી થઈ રહી છે. સાયબર ગઠિયાઓ ઈન્ટરનેટની દુનિયામાં સાયબર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જ્યાં આ ગઠિયાઓ લોકોના બેન્ક અને વોલેટમાંથી પળભરમાં પેસા કઠાવી લે છે. ઈન્ટરનેટની દુનિયામાં આ ગુનો સામાન્ય થઈ ગયો છે. પરંતુ આજે તમને એક એવા સ્કેમની વાત કરવાની છે જે ખરેખર પરેશાન કરી નાખે તેવું છે. આ છેતરપિંડી ઈન્ટરનેટ પર નહી પરંતુ પરંતુ કેબમાં થઈ રહી છે. આ પ્રકારની છેતરપિંડી પહેલીવાર જોવા મળી રહી છે. આ કૌભાંડને લઈને એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક મહિલા છેતરપિંડીની આખી ઘટના જણાવે છે. જોઈએ લોકો સાથે કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે.

વિડીયોની શરૂઆત એક વિડીયોથી થઈ રહી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક કેબ ડ્રાઈવર રડી રહ્યો છે. તે મહિલાને કહે છે કે તે આપઘાત કરવા જઈ રહ્યો છે. જેમાં મહિલા કહે છે કે ભાઈ એવું બિલકુલ ન કરતા. તમે આપઘાત ન કરો. જવાબમાં ડ્રાઈવર કહે છે કે ના મેડમ, હું આત્મહત્યા કરવા માંગુ છું. મારે ગામ જવું છે.

 

View this post on Instagram

 

A post shared by Anisha Dixit (@anishadixit)

ત્યારબાદ મહિલાએ આખી ઘટના અંગે જણાવ્યું કે ડ્રાઈવર રડી રહ્યો હતો અને કહેતો હતો કે તેના પિતાનું મૃત્યુ થયું છે. તે ઘરે જવા માંગે છે પરંતુ તેની પાસે પૈસા નથી. કારણકે તેનું પર્સ ચોરાઈ ગયું છે. મહિલા વધુ જણાવે છે કે તે ખૂબ ગભરાઈ ગઈ હતી અને કારમાંથી ઉતરીને તેના પતિને ફોન કરે છે. જેવી મહિલા કારમાંથી બહાર નીકળે છે કે તરત ડ્રાઈવર ત્યાંતી કાર લઈને ભાગી જાય છે. આ ઘટના અંગે કોઈ સ્પ્ષ્ટ માહિતી સામે આવી નથી, માટે વિડીયોની પુષ્ટી કરી શકાય તેમ નથી. કારણકે આ ન્યુઝ વિડીયોને આધારે બનાવવામાં આવ્યા છે.

આ વિડીયોને એક ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. વિડીયોને પોસ્ટ કરતા તેમાં લખ્યું છે કે મને વિશ્વાસ ન હતો કે મારે ઓનલાઈન પોસ્ટ કરવી જોઈએ કે નહી. પરંતુ મેં વિચાર્યું કે આ કોઈ નું કૌભાંડ હોઈ શકે છે. મને અજીબ પ્રકારનો અહેસાસ થયો હતો અને જો તે સાચે જ પ્રવાસી પાસેથી મોટી રકમ હડપ કરવાનું કૌભાંડ હોય તો મને લાગ્યું કે હું લોકોને આ બાબતે જાગૃત કરૂ. કૃપા કરીને મને જણાવો કે કોઈની સાથે આવું થયું છે. વિડીયો પર કેટલાય યુઝર્સે રિપ્લાય પણ આપ્યો છે. એક યુઝરે લખ્યું છે કે હા અમારી સાથે આવું થયું છે. અમે તો પૈસા પણ આપી દીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા