વાહનચાલકો માટે લાયસન્સ અને રજિસ્ટ્રેશન ની તારીખ વધારી દેવામાં આવ્યા બાદ વધુ એક છૂટ આપી વાહનચાલકોને મુશ્કેલીમાં ઘટાડો કર્યો છે. સરકારે ફાસ્ટેગ (FASTag) અંગે વાહન માલિકોને થોડી રાહત આપી છે. હવે દેશભરમાં ફોર વિલ ચલાવતા વાહનો માટે ફાસ્ટેગની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી 2021 સુધી વધી ગઈ છે. આ અગાઉ NHAI વતી કહેવામાં આવ્યું હતું કે 1 જાન્યુઆરીથી કેશ ટોલ કલેક્શન બંધ થઈ જશે. પરંતુ હવે તેની સમયમર્યાદા વધારવામાં આવી છે.

Gujarat / સ્વતંત્ર સેનાની અને નવસારીના પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું 9…
એ બાબત જાણવી જરૂરી છે કે ફાસ્ટેગને 1 ડિસેમ્બર, 2017 બાદથી નવા ફોર વ્હિલર્સ વાહનો માટે રજિસ્ટ્રેશનના સમયે જ ફરજિયાત બનાવ્યું હતું, આ સમગ્ર નિર્ણયને અમલમાં મૂકવા માટે સરકારે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ એક્ટ-1979માં સુધારો કર્યો હતો. અત્યાર સુધીમાં 2.20 કરોડથી વધુ ફાસ્ટેગ ફાળવવામાં આવ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે, કોવિડ-19ને કારણે લોકો કોન્ટેક્ટ લેસ ટ્રાન્ઝેક્શનને વધુ પસંદ કરી રહ્યા છે.

રાજનીતિ / સમગ્ર દુનિયાને DDC ચૂંટણીનો સંદેશ : જમ્મુ-કાશ્મીરમાં લોકતંત્…
આ ફાસ્ટેગ અંગે સરકારના આ કાયદા ને લઈને લોકોમાં ભલે અસમંજસ જોવા મળી રહી હોય પરંતુ ઉલ્લેખનીય છે કે24 ડિસેમ્બરે દેશભરમાં ફાસ્ટેગનું બંપર ટ્રાન્ઝેક્શન થયું હતું. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઇ)એ જણાવ્યું કે, નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) પ્રોગ્રામ અંતર્ગત આ પહેલીવાર બન્યું છે કે જ્યારે એક દિવસમાં ફાસ્ટેગથી 80 કરોડથી વધુનું ટોલ કલેક્શન થયું. 24 ડિસેમ્બર 2020ના રોજ એક જ દિવસમાં 50 લાખથી વધુનું ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન થયું હતું.નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અનુસાર, ફાસ્ટેગ ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમ પર ઉપલબ્ધ છે. બેંકો અને પેટ્રોલ પંપ પરથી પણ ફાસ્ટેગને ખરીદી શકાય છે. બેંકમાંથી ફાસ્ટેગ લેતી વખતે આ વાતને ધ્યાનમાં રાખો કે તમારું એકાઉન્ટ એ બેંકમાં હોવું જોઈએ.
Digital Revolution / નવા વર્ષમાં Reliance Jioની ગ્રાહકોને અનોખી ભેટ,1 જાન્યુઆરીથી…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
