@નિકુંજ પટેલ
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મોબાઈલ સ્નેચિંગનો પરેશાન કરતો બનાવ સામે આવ્યો છે. બાઈક પર આવેલા મોહબાઈલ સ્નેચરોએ યુવતીને 100 મીટર સુઝી ઢસડી હતી. આ સમગ્ર દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું. આ બનાવ શહેરના જટપુરા ગેટ વિસ્તારમાં બન્યો હતો.
મંગળવારે સાંજે અંદાજે 8 વાગ્યે યુવતી મોબાઈલ પર વાત કરતા કરતા જઈ રહી હતી. ગરમિયાન પાછળથી બાઈક પર આવેલા બે શક્સોએ યુવતીનો મોબાઈલ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ વિરોધ કરતા મોબાઈલ સ્નેચરો તેને 100 મીટર સુધી ઢસડીને લઈ ગયા હતા. બાદમાં તેઓ યુવતીનો મોબાઈલ લઈને ભાગી ગયા હતા.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે યુવતી મોબાઈલ પર વાત કરતા જઈ રહી હતી. દરમિયાન પાછળથી આવેલા બે શખ્સોએ યુવતીનો મોબાઈલ આંચકી લીધો હતો અને તેને 100 મીટર સુધી ઢસડીને લઈ ગયા હતા. આ બનાવ વખતે ત્યાં કેટલાક રાહદારીઓ પણ નજરે ચઢતા હતા. જોકે તેઓ પણ લાચાર થઈને આ બનાવ જોઈ રહ્યા હતા.
ઘટના બાદ યુવતીએ રામનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. હાલમાં પોલીસ આ બનાવ સંદર્ભે તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓને શોધી રહી છે. આ બનાવ બાદ આ વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે. આ પ્રકારની ઘટના બાદ બદમાશોનો જુસ્સો કેટલો બુલંદ છે તેનો અંદાજ લગાવી શકાય છે. તે સિવાય એ પણ સવાલ થાય છે કે શું બદમાશોને પોલીસનો કોઈ ડર જ નથી કે શું. જેને પગલે અવારનવાર આવા બનાવો બનતા રહે છે.
આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે
આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ
આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી
આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા
