Bharat Jodo Yatra/ ભારત જોડો યાત્રાના પોસ્ટર પર રાહુલ સાથે સાવરકર, કોંગ્રેસ કરશે કેસ

કર્ણાટકમાં કોંગ્રેસની ભારત જોડી યાત્રા ચાલી રહી છે. ગુરુવારે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ મંડ્યા પ્રદેશની યાત્રામાં જોડાયા હતા

Top Stories India
1 31 ભારત જોડો યાત્રાના પોસ્ટર પર રાહુલ સાથે સાવરકર, કોંગ્રેસ કરશે કેસ

કર્ણાટકમાં કોંગ્રેસની ભારત જોડી યાત્રા ચાલી રહી છે. ગુરુવારે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ મંડ્યા પ્રદેશની યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન કોંગ્રેસના પોસ્ટરો સાથે છેડછાડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી સાથે સાવરકરનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કોંગ્રેસે આ પોસ્ટર ન લગાવવાનું કહ્યું છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, કોંગ્રેસે આ પોસ્ટરને ધ્યાનમાં લઈને પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના નેતા મોહમ્મદ નાલાપદ તરફથી કહેવામાં આવ્યું છે કે આ તોફાની તત્વોનું કૃત્ય છે. આ પોસ્ટર અમારા દ્વારા લગાવવામાં આવ્યું નથી. અમે તેની સામે માંડ્યા જિલ્લામાં ફરિયાદ નોંધાવીશું.

કોંગ્રેસે ભાજપ પર આક્ષેપો કર્યા

1 32 ભારત જોડો યાત્રાના પોસ્ટર પર રાહુલ સાથે સાવરકર, કોંગ્રેસ કરશે કેસ

ઉલ્લેખનીય છે કે 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચી હતી. યાત્રા રાજ્યમાં પહોંચે તે પહેલા જ તેમના સ્વાગત માટે લગાવવામાં આવેલા 40 જેટલા પોસ્ટરો ફાડી નાખવાની ઘટના પણ સામે આવી હતી. આ માટે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના ફાટેલા પોસ્ટર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

1 34 ભારત જોડો યાત્રાના પોસ્ટર પર રાહુલ સાથે સાવરકર, કોંગ્રેસ કરશે કેસ

આ પહેલા પણ કોંગ્રેસના પોસ્ટર પર સાવરકરની તસવીર વાયરલ થઈ હતી. જોકે, કોંગ્રેસે તેને પ્રિન્ટિંગ મિસ્ટેક ગણાવી હતી. આ પોસ્ટરો કેરળમાં ભારત જોડો યાત્રાના સ્વાગત માટે લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે સાવરકરની તસવીર હતી. જેના કારણે ભાજપે કોંગ્રેસને ઘેરી લીધી હતી. જયારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપ પર પલટવાર કર્યો હતો.

કેસરી રંગ પર લીલો રંગ કર્યો

1 35 ભારત જોડો યાત્રાના પોસ્ટર પર રાહુલ સાથે સાવરકર, કોંગ્રેસ કરશે કેસ

કોંગ્રેસ સમિતિને કેરળના ત્રિશૂર જિલ્લામાં ભારત જોડો યાત્રાને આવકારવા માટે કાર્યાલયને ફરીથી  કલર કામ કરવાનું ભારે પડ્યું હતુ, કારણ કે ઓફિસને કેસરી રંગથી રંગવામાં આવ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કોંગ્રેસે તેની નોંધ લીધી હતી. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે ઈમારતને તિરંગાના રંગમાં રંગવાની યોજના છે. પરંતુ ચિત્રકારોએ ભૂલથી તેને ભગવો રંગ કરી દીધો. આ પછી પાર્ટીના નેતાઓને આ ભૂલનો અહેસાસ થયો અને આ ભૂલ સુધારવા માટે તેઓએ કેસરી રંગ પર લીલો રંગ કર્યો.

યાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે

1 36 ભારત જોડો યાત્રાના પોસ્ટર પર રાહુલ સાથે સાવરકર, કોંગ્રેસ કરશે કેસ

નોંધનીય છે કે 150 દિવસ લાંબી ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ હતી. આ યાત્રા 3,570 કિલોમીટરનું અંતર કાપીને કાશ્મીરમાં સમાપ્ત થશે. આ દરમિયાન યાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે. રાહુલ ગાંધી સહિત લગભગ 120 મુસાફરો પગપાળા સમગ્ર અંતર કાપશે. જયરામ નરેશે 13 સપ્ટેમ્બરે કહ્યું હતું કે રાહુલ ગાંધી આ પદયાત્રા દરમિયાન દરરોજ 25 કિલોમીટરની મુસાફરી થાય તેમ ઇચ્છે છે. યાત્રા જે સ્થળેથી પસાર થઈ રહી છે તે સ્થળોને આવકારવા માટે કોંગ્રેસ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.