Not Set/ છોટાઉદેપુરની હાઇસ્કુલમાં ૧ વિદ્યાર્થી માટે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે જાણીને તમે પણ ચોંકી જશો

છોટાઉદેપુર, હાલ રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજ્યમાં કુલ ૧૭.૧૪ લાખ વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષા માટે પુરા રાજ્યમાં ૧૫૪૮ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં ૫૪૮૩ બિલ્ડીંગના ૬૦૩૩૭ બ્લોકોમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ […]

Top Stories
kljjj છોટાઉદેપુરની હાઇસ્કુલમાં ૧ વિદ્યાર્થી માટે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે જાણીને તમે પણ ચોંકી જશો

છોટાઉદેપુર,

હાલ રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજ્યમાં કુલ ૧૭.૧૪ લાખ વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષા માટે પુરા રાજ્યમાં ૧૫૪૮ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં ૫૪૮૩ બિલ્ડીંગના ૬૦૩૩૭ બ્લોકોમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા રાજ્યના આ તમામ બ્લોકમાંથી એક પરીક્ષાના બ્લોક માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે જાણીને તમે પણ ચોકી શકો છો.

oooo છોટાઉદેપુરની હાઇસ્કુલમાં ૧ વિદ્યાર્થી માટે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે જાણીને તમે પણ ચોંકી જશો

બોર્ડની પરીક્ષા માટેના ૬૦૩૩૭ બ્લોકમાંથી એક બ્લોક એવો છે જેમાં માત્ર એક જ વિદ્યાર્થી એક્ઝામ આપી રહ્યો છે અને એમાં નવાઈની વાત એ છે કે આ ૧ વિદ્યાર્થી માટે કુલ ૧૪ વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત છે.

hhhh છોટાઉદેપુરની હાઇસ્કુલમાં ૧ વિદ્યાર્થી માટે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે જાણીને તમે પણ ચોંકી જશો

હકીકતમાં, છોટાઉદેપુર શહેરમાં આવેલી ઇકબાલ હાઇસ્કુલ નામની સ્કૂલમાં માત્ર એક વિદ્યાર્થી પરીક્ષા આપવામાં માટે આવે છે અને પરીક્ષા અંગેની તમામ તૈયારીઓ માટે કુલ ૧૪ વ્યક્તિનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. પરંતુ નવાઈની વાત ત્યારે આવી કે જયારે આ વિદ્યાર્થી જ પરીક્ષામાં ગેરહાજાર રહ્યો હતો અને ત્યારબાદ કુતૂહલ સર્જાયું હતું.

જો કે આ અંગે વધુમાં ઇકબાલ હાઇસ્કુલના આચાર્યએ જણાવ્યું હતું કે, આ સ્કૂલમાં માત્ર એકજ વિદ્યાર્થી પરીક્ષા આપે છે અને એના માટે ૧૪ વ્યક્તિના સ્ટાફ પૈકી ૧૧ જેટલા પોલીસ કર્મચારી, ૧ આચાર્ય, ૧ સુપરવાઈઝર, ૧ ક્લાર્ક, ૧ પટાવાળાની નિમણુંક કરવામાં આવી છે.

ઊઊ છોટાઉદેપુરની હાઇસ્કુલમાં ૧ વિદ્યાર્થી માટે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે જાણીને તમે પણ ચોંકી જશો

માત્ર એક વિદ્યાર્થી માટે તૈનાત કરાયેલા ૧૪ વ્યક્તિઓના સ્ટાફ અંગે સરકારી તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે તેમજ રાજ્ય સરકાર આ ઘટના અંગે કેટલી સજાગ છે તે માત્ર કાગળ પર જ સીમિત જણાઈ રહ્યું છે.

તંત્ર દ્વારા માત્ર એક વિદ્યાર્થીની વ્યવસ્થા અન્ય શાળામાં કેમ કરવામાં ન આવી..! આને તંત્રની સારી વ્યવસ્થા ગણવી કે સરકારી પૈસાનો દુરુપયોગ એ બાબતે કુતુહલ સાથે ઘણા તર્ક વિતર્ક સર્જાયા છે. તો જોવાનું રહ્યું કે, ભવિષ્યમાં પણ રાજ્યમાં કરવામાં આવતી આ પ્રકારની વ્યવસ્થા અંગે તંત્ર કોઈ બોધપાઠ લેશે કે નઈ.