Rajkot/ હાર્ટ એટેકે વધુ એક મહિલાનો ભોગ લીધો, ગરબે ઘૂમતા ગુમાવી જિંદગી

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2023 10 22T101257.410 હાર્ટ એટેકે વધુ એક મહિલાનો ભોગ લીધો, ગરબે ઘૂમતા ગુમાવી જિંદગી

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે રાજકોટ શહેરના મોરબી રોડ પર કૃષ્ણા બંગ્લોઝમાં રાજેશકુમાર સકસેનાના પત્ની કંચનબેન (ઉ.વ.48) ગરબા રમી રહ્યા હતા. આ દરમિયાન તેઓને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જે બાદ અચાનક બાજુમાં બેઠેલા મહિલાના ખોળામાં માથું રાખી ઢળી પડતા તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ રાજકોટ રેલવે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓને ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા.

રાજકોટમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યુ છે અને તેના લીધે 44 વર્ષીય બિલ્ડરનું મોત થયું હતું. રૈયા રોડ પરના અમૃતાપ પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર 44 વર્ષીય જયેશ ઝાલાવાડિયાનું હાર્ટએટેકના લીધે નિધન થયું છે. તેઓ સવારે સાત વાગે ઘરે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. બિલ્ડરને હોસ્પિટલ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

આમ હાર્ટએટેકના વધતા જતા બનાવના લીધે રાજ્યના આરોગ્ય નિષ્ણાતો ચિંતિત થઈ ઉઠ્યા છે. સરકારના આરોગ્ય વિભાગે પણ આ અંગે સઘન ચિંતાની લાગણી વ્યક્ત કરી છે અને આ પ્રકારના દરેક કિસ્સાનો ટ્રેક રાખીને તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 હાર્ટ એટેકે વધુ એક મહિલાનો ભોગ લીધો, ગરબે ઘૂમતા ગુમાવી જિંદગી


આ પણ વાંચો: ODI World Cup 2023/ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે કાંટાની ટક્કર, જાણો કોનું પલડું ભારે

આ પણ વાંચો: Earthquake/ નેપાળની ધરા ધણધણી, દિલ્હી-NCR, UP-બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

આ પણ વાંચો: Israel Hamas War/ હિઝબુલ્લાહની ઈઝરાયલને ખુલ્લી ધમકી, કહ્યું-‘…ભારે કિંમત ચૂકવવી પડશે’