Not Set/ Video : હાર્દિકના સમર્થનમાં રાજ્યના વિવિધ શહેરોમાં બનેલી ઘટનાઓ…અહીં જુઓ

હાર્દિક પટેલ વિવિધ માંગણીઓને લઈને છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ પર અડગ છે. ત્યારે દિવસેને દિવસે રાજ્યભરમાંથી હાર્દિકને ઘણું સમર્થન મળી રહ્યું છે. રાજકોટમાં આવેલ આત્મીય ઇન્સ્ટિટ્યૂટ બહાર આશરે 200-300 વિદ્યાર્થોએ એકઠા થઈને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. તેમણે નરેન્દ્ર મોદી હાય હાય અને ભાજપ સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓએ કોલેજમાં ગેરહાજર રહીને […]

Top Stories Gujarat
support hardik Video : હાર્દિકના સમર્થનમાં રાજ્યના વિવિધ શહેરોમાં બનેલી ઘટનાઓ...અહીં જુઓ

હાર્દિક પટેલ વિવિધ માંગણીઓને લઈને છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ પર અડગ છે. ત્યારે દિવસેને દિવસે રાજ્યભરમાંથી હાર્દિકને ઘણું સમર્થન મળી રહ્યું છે.

રાજકોટમાં આવેલ આત્મીય ઇન્સ્ટિટ્યૂટ બહાર આશરે 200-300 વિદ્યાર્થોએ એકઠા થઈને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. તેમણે નરેન્દ્ર મોદી હાય હાય અને ભાજપ સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓએ કોલેજમાં ગેરહાજર રહીને હાર્દિકના સમર્થનમાં સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.

અરાવલ્લીમાં પણ હાર્દિકના સમર્થન પાટીદાર દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી. જોકે, પોલીસે આ બાઈક રેલી ને રસ્તામાં જ રોકી દીધી હતી.

મહેસાણા જિલ્લામાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં રસ્તા પર ટાયરો સળગાવવાની ઘટનાઓ સામે આવી હતી. તેમજ મહિલાઓ તથા પુરુષોએ સાથે મળીને રામધૂન બોલાવી હતી. વડોદરામાં રામધૂન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

રાજકોટ તેમજ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં બંધ જોવા મળ્યો હતો. જયારે પાટણમાં વિદ્યાર્થીઓ પણ હાર્દિકના સમર્થનમાં જોડાયા હતા.