Surat/ સુરતના સુવાલીના દરિયા કિનારે થી મળ્યો 9 કિલો થી વધુ ચરસનો જથ્થો, સુરત પોલીસે ATS તેમજ કેન્દ્રીય એજન્સીને માહિતી આપી

સુરતના સુવાલીના દરિયા કિનારા પરથી 9 કિલો કરતાં વધારે ચરસનો જથ્થો સુરત શહેર એસોજી પોલીસને મળી આવ્યો હતો. આ ચરસના મુદ્દામાલની કિંમત 4,79,50,000 થવા પામે છે

Top Stories Surat
4 12 2 સુરતના સુવાલીના દરિયા કિનારે થી મળ્યો 9 કિલો થી વધુ ચરસનો જથ્થો, સુરત પોલીસે ATS તેમજ કેન્દ્રીય એજન્સીને માહિતી આપી

@અમિત રૂપાપરા 

સુરતના સુવાલીના દરિયા કિનારા પરથી 9 કિલો કરતાં વધારે ચરસનો જથ્થો સુરત શહેર એસોજી પોલીસને મળી આવ્યો હતો. આ ચરસના મુદ્દામાલની કિંમત 4,79,50,000 થવા પામે છે. સુરતના દરિયા કિનારા પરથી મળેલા ચરસ મામલે સુરત પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત માહિતી એટીએસ તેમજ કેન્દ્રીય તપાસ એજન્સીઓને પણ આપવામાં આવી છે.

સુરત શહેરના અલગ અલગ દરિયા કિનારાઓ પર જો કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ દરિયામાં તણાઈને આવે તો તાત્કાલિક પોલીસને માહિતી મળે તે માટે દરિયા કિનારા પર આવેલા ગામડાઓના લોકો સાથે પોલીસ દ્વારા એક નેટવર્ક બનાવવામાં આવ્યું છે. આવી જો કોઈ શંકાસ્પદ વસ્તુ આવે તો આ લોકો દ્વારા જ પોલીસને માહિતી આપવામાં આવતી હોય છે.

સુવાલીના દરિયા કિનારે દક્ષિણ દિશા તરફ જાડી ઝાંખરા વાળી જગ્યાએ સ્થાનિક લોકોને મળી આવ્યું હતું. તેથી આ બાબતે લોકો દ્વારા તાત્કાલિક જ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ માહિતી લોકો દ્વારા SOG પોલીસને આપવામાં આવતા SOG પોલીસ તેમજ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુવાલીના દરિયા કિનારા પર પહોંચી હતી અને પીળા કલરનો જે પેકેટ મળ્યું હતું તેમાં રહેલા પદાર્થને તપાસ માટે FSL મોકલવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, આ જથ્થો ચરસનો જથ્થો છે.

પોલીસને સુવાલી બીચ પરથી ઝાડી, ઝાંખરામાંથી પીળા કલરના કોથળામાંથી 9.590 કિલો જથ્થો મળ્યો હતો. જેની કિંમત 4,79,50,000 રૂપિયા થવા પામે છે. પોલીસ દ્વારા આ ચરસનો જતો જપ્ત કરવામાં આવ્યો છે અને એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરત શહેર પોલીસ દ્વારા બાબતે ATSને પણ માહિતી આપવામાં આવી છે. તેમજ કેન્દ્રીય એજન્સીઓનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમને એવું જણાવ્યું હતું કે અગાઉ આ પ્રકારના કિસ્સાઓ કચ્છના દરિયાકિનારા ઉપર સામે આવ્યા છે. જ્યારે હાઈટાઇડની પરિસ્થિતિ હોય છે ત્યારે આ પ્રકારના પેકેટો તણાઈને દરિયા કિનારા પર આવી જતા હોય છે અને આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મહત્વની વાત છે કે, સુરત શહેરના દરિયામાંથી આ પ્રકારનો પહેલો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક કિલો થી વધુ વજન ધરાવતા 9 જેટલા ચરસના પેકેટ પોલીસને મળી આવ્યા છે. જોકે આ પેકેટ ઉપર અફઘાન ભાષામાં લખાણ લખવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે સુવાલીના દરિયા કિનારા પરથી મળેલું ચરસ હાઇ ક્વોલીટી અફઘાની ચરસ હોવાનું સામે આવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત એક કિલોના 50 લાખ રૂપિયા આંકડવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે હજીરા પોલીસ સ્ટેશનમાં NDPS અધિનિયમ હેઠળ પોલીસ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ભારે વરસાદની આગાહી/રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:ભારે વરસાદ/રાજ્યના 177 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,ભાવનગરમાં 4 ઇંચ વરસાદ,અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

આ પણ વાંચો:ગાંધીનગર/જાહેર રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરનાર સામે સખ્ત પગલા લેવાશે

આ પણ વાંચો:અનોખું બાળક/ગુજરાતમાં અહીં જન્મ્યું બે નાક વાળું બાળક, જોઇને ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા