Gujarat/ PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત

30મી સવાર 9.30નાં રોજ અમદાવાદ એરપોર્ટ પહોચ્યા 10.20 કલાકે અંબાજી પહોંચશે

Gandhinagar Top Stories Gujarat
pm modi gujarat tour program announced PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનવાના છે. 30 ઓક્ટોબરે પીએમ મોદી ખેરાલુના ડભોડા ખાતે આવશે. PM મોદી ખેરાલુના ડભોડામાં જંગી સભા સંબોધશે. તેમજ ધરોઈ વિકાસના વિવિધ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરશે. હાલ પીએમ મોદીના પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોમ્બરે સવાર 9.30 નાં રોજ અમદાવાદ એરપોર્ટ પહોચ્યા બાદ વડાપ્રધાન 10.20 કલાકે અંબાજી પહોંચશે. જ્યાં વડાપ્રધાન મા અંબાના દર્શનાર્થે પહોંચશે. ત્યાર બાદ વડાપ્રધાન ખેરાલુ પહોંચશે જ્યાં તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે. જે બાદ તેઓ ગાંધીનગર પરત ફરશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે તા. 31મીના રોજ વડાપ્રધાન સવારે ગાંધીનગરથી કેવડીયા જવા રવાનાં થશે. કેવડીયા ખાતે વડાપ્રધાન એકતા પરેડમાં હાજરી આપશે. જ્યારે 1 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે.

ખેરાલુ તાલુકાના ડભોડા ગામે PMની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રૂ.4778 કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થશે. પીએમ મોદી ખેરાલુના ડભોડામાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાની સંયુક્ત સભાને સંબોધશે.


whatsapp ad White Font big size 2 4 PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત