China quarantine/ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ક્વોરેન્ટાઈન નહીં કરે ચીન

ચીનમાં કોરોના સંક્રમણના લાખો કેસ સામે આવી રહ્યા છે. દરમિયાન, ચિનફિંગ સરકારે ઝીરો કોવિડ નીતિને વધુ હળવી કરી છે. ચીનની સરકારે વિદેશી પ્રવાસીઓને રાહત આપી છે. ચીને કહ્યું છે કે 8 જાન્યુઆરીથી વિદેશી પ્રવાસીઓએ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે નહીં.

Top Stories World
China Quarantine આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ક્વોરેન્ટાઈન નહીં કરે ચીન
  • માર્ચ 2020માં વિદેશી પ્રવાસીઓ માટે ચીનમાં ક્વોરેન્ટાઇન ફરજિયાત હતુ
  • ચીનના નિર્ણયના લીધે ભારતીય વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે
  • ચીન સરકારે ઓફિસો, બજારો અને ફેક્ટરીઓ ખોલી દીધી, મેટ્રોમાં પણ ભારે ભીડ
  • ઝીરો કોવિડ પોલિસી હળવી કરાતા દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળ્યો
  • લોકો માસ્ક પહેરીને અને સેનેટાઇઝરનો ઉપયોગ કરી મુસાફરી કરતા જોવા મળ્યા

China Quarantine: ચીનમાં કોરોના સંક્રમણના લાખો કેસ સામે આવી રહ્યા છે. દરમિયાન, જિનપિંગ સરકારે ઝીરો કોવિડ નીતિને વધુ હળવી કરી છે. ચીનની સરકારે વિદેશી પ્રવાસીઓને રાહત આપી છે. ચીને કહ્યું છે કે આઠ જાન્યુઆરીથી વિદેશી પ્રવાસીઓએ ક્વોરેન્ટાઇનમાં (Quarantine) રહેવું પડશે નહીં. ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં વિદેશી પ્રવાસીઓ માટે ચીનમાં ક્વોરેન્ટાઇન (China Quarantine)માં રહેવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.

તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને મંજૂરી
આ સાથે ચીને તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે પરવાનગી પણ આપી દીધી છે. ત્રણ વર્ષ પહેલાની જેમ હવે તમામ દેશોના પ્રવાસીઓ ચીન આવી શકશે અને ત્યાં ફરવા જઈ શકશે. ચીન સરકારના આ નિર્ણયથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને પણ ફાયદો થવાની શક્યતા છે.

ચીનની સરકારે ઓફિસો, ફેક્ટરીઓ અને બજારો પણ ખોલ્યા છે. સોમવારે રાજધાની બેઇજિંગ અને સૌથી મોટા શહેર શાંઘાઈની મેટ્રો ટ્રેનો ભરચક દોડતી જોવા મળી હતી. લોકો માસ્ક પહેરીને અને સેનિટાઈઝરનો ઉપયોગ કરીને મુસાફરી કરતા અને વ્યવસાય કરતા જોવા મળ્યા હતા.

ઝીરો કોવિડ પોલિસી હળવી કરાતા કોરોના દર્દીઓની સંખ્યા વધી

ચીનમાં ઝીરો કોવિડ પોલિસી હળવી કરવામાં આવી ત્યારથી કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. 7 ડિસેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઝીરો કોવિડ નીતિની જોગવાઈઓને હળવી કરવાની જાહેરાત કરી. આ પછી, ચીનમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા પૂરઝડપે વધવા લાગી. દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં આ દિવસોમાં કરોડો કોરોના સંક્રમિત લોકો સામે આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે.

બીજી તરફ ચીનના નેશનલ હેલ્થ કમિશને સંક્રમિતોની માહિતી સાર્વજનિક કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ચીને સતત છઠ્ઠા દિવસે કોવિડથી કોઈ મૃત્યુની જાહેરાત કરી નથી. જો કે, ડોકટરોનું કહેવું છે કે મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલોમાં આવી રહ્યા છે. દર્દીઓની સંખ્યા અગાઉની સરખામણીમાં પાંચથી છ ગણી વધી છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આગામી સમયમાં ચીનની વસ્તીનો 60 ટકા હિસ્સો એટલે કે 80 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ

Corona Virus/ બ્રિટનમાં ચીન જેવો વિનાશ! કોરોનાની 5મી લહેરની એન્ટ્રી

Corona Virus/ દિલ્હીમાં કોરોનાને કારણે તણાવ વધ્યો, એરપોર્ટ પર બે લોકો કોરોના પોઝિટિવ મળ્યા