Not Set/ દેશમાં મ્યુકોરમાયકોસીસનાં કેસમાં ગુજરાત બીજા સ્થાને

દેશમાં ઓમિક્રોનનાં કેસ ધીમે  ધીમે વધી રહ્યા છે, ત્યારે હવે મ્યુકોરમાયકોસીસનાં કેસ પણ સાથે મુસિબતમાં વધારો કરી રહ્યા છે. જણાવી દઇએ કે, મ્યુકોરમાયકોસીસનાં સૌથી વધુ કેસની વાત કરીએ તો તે મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

Top Stories Gujarat Others
Mucormycosis
  • દેશમાં મ્યુકોરમાયકોસીસમાં ગુજરાત બીજા સ્થાને
  • મહારાષ્ટ્રમાં મ્યુકોરમાયકોસીસના સૌથી વધુ કેસ
  • મહારાષ્ટ્રમાં મ્યુકોરમાયકોસીસના 10 હજાર કેસ નોંધાયાં
  • ગુજરાતમાં 7 હજાર 257 મ્યુકોરમાયકોસીસના કેસ

મુસિબત આવે છે તો ચારેય દિશાએથી આવે છે, આ વાત ખોટી નથી. જી હા, અમે આ તાજેતરમાં નિર્માણ થયેલી સ્થિતિને આધારે આપને કહી રહ્યા છીએ. દેશમાં કોરોનાનાં કેસ સાથે તેનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન પહેલાથી જ લોકોને ડરાવી રહ્યો છે. ત્યારે હવે બીજી લહેરમાં સૌથી વધુ જોખમી સાબિત થયેલો મ્યુકોરમાયકોસીસનાં કેસ પણ વધી રહ્યા છે.

આ પણ વાંચો – સાવધાન! / આંધ્રપ્રદેશ અને ચંદીગઢ બાદ હવે આ રાજ્યમાં નોંધાયો ઓમિક્રોનનો પ્રથમ કેસ

આપને જણાવી દઇએ કે, દેશમાં ઓમિક્રોનનાં કેસ ધીમે  ધીમે વધી રહ્યા છે, ત્યારે હવે મ્યુકોરમાયકોસીસનાં કેસ પણ સાથે મુસિબતમાં વધારો કરી રહ્યા છે. જણાવી દઇએ કે, મ્યુકોરમાયકોસીસનાં સૌથી વધુ કેસની વાત કરીએ તો તે મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જ્યા કુલ 10 હજાર કેસ નોંધાયા છે. વળી બીજા ક્રમે ગુજરાતનું નામ આવે છે. જે ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય જરૂર છે. કારણ કે અહી મ્યુકોરમાયકોસીસનાં 7 હજાર 257 કેસ સામે આવી ચુક્યા છે. આ આંકડાઓ બતાવે છે કે, હજુ પણ આ મુસિબત આપણા માથેથી હટી નથી. સાવધાની હવે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને આપણા વડિલ કે જેમની ઈમ્યુનિટી એટલી સારી રહી નથી.

શું છે મ્યુકોરમાયકોસીસ?

મ્યુકોરમાયકોસીસ એ એક પ્રકારનો ફંગસ ચેપ છે જે શરીરમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. તેને બ્લેક ફંગસ પણ કહેવામાં આવે છે. મ્યુકોરમાયકોસીસ ચેપ મગજ, ફેફસામાં અથવા ત્વચા પર પણ થઈ શકે છે. આ રોગમાં ઘણા લોકો તેમની આંખોની રોશની ગુમાવે છે, જ્યારે કેટલાક દર્દીઓ તેમના જડબા અને નાકનું હાડકું ગુમાવે છે. જો તેને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો તે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.

આ પણ વાંચો – WHOએ કહ્યું / ઓમિક્રોન પર રસીની અસર ઓછી..પણ વેરિઅન્ટ ઓછા ગંભીર

કોરોનાનાં દર્દીઓને વધુ ખતરો

મ્યુકોર્મયકોસીસ રોગ સામાન્ય રીતે ખૂબ જ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઝડપથી શિકાર બનાવે છે. કોરોના દરમિયાન ઠીક થયેલા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે, તેથી તેઓ સરળતાથી તેનો શિકાર બની શકે છે. ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા કોરોના દર્દીઓમાં જો શુગર લેવલ વધી જાય તો મ્યુકોરમાયકોસીસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે.