Not Set/ ખેડૂતોને 1 ટકા દરે લોન, વિદ્યાર્થિનીને મેડિકલ શિક્ષણમાં 100 ટકા ફી સરકાર ભરશે

ગાંધીનગરઃ ડે.સીએમ નીતિન પટેલે રાજ્યનું 2017-18 નું બજેટ રજૂ કરતા વિદ્યાર્થીઓ માટે  મહત્વની હાજરાત કરી હતી. આ યોજના અંતર્ગત ધોરણ 12 પાસ કર્યા બાદ અંદાજે 3.5 લાખ વિદ્યર્થીઓને 1000 રૂપિયાના દરે ટેબ્લેટ આપવામાં આવશે. વિજય રૂપાણીના નેતૃત્વમાં રજૂ થઇ રહેલા બજેટનું કદ 1,72,179 કરડો છે. નીતિન પટેલ દ્વારા 239.16 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. […]

Gujarat
BL21 MUM GUJ BUDGE 1371213f ખેડૂતોને 1 ટકા દરે લોન, વિદ્યાર્થિનીને મેડિકલ શિક્ષણમાં 100 ટકા ફી સરકાર ભરશે

ગાંધીનગરઃ ડે.સીએમ નીતિન પટેલે રાજ્યનું 2017-18 નું બજેટ રજૂ કરતા વિદ્યાર્થીઓ માટે  મહત્વની હાજરાત કરી હતી. આ યોજના અંતર્ગત ધોરણ 12 પાસ કર્યા બાદ અંદાજે 3.5 લાખ વિદ્યર્થીઓને 1000 રૂપિયાના દરે ટેબ્લેટ આપવામાં આવશે. વિજય રૂપાણીના નેતૃત્વમાં રજૂ થઇ રહેલા બજેટનું કદ 1,72,179 કરડો છે. નીતિન પટેલ દ્વારા 239.16 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. જેમાં 1,31,521.23 કરોડની મહેસૂલી આવક અને 1,25,455.63 કરોડના મહેસૂલી ખર્ચનો સમાવેશ થાય છે. બજેટમાં ખેડૂતો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને 50%ને બદલે 70% સબસિડી આપવામાં આવશે, જ્યારે ધોરણ 12 બાદ મેડિકલના અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓની 100% ફી સરકાર ભરશે.

1,25,455,63 કરોડ મહેસૂલી ખર્ચ
– 1.72.179 કરોડ આંદાજપત્રનું કદ
– 239.16 કરોડ પુરાંતવાળું બજેટ
– શિક્ષણ પાછલ 1188 કરોડ વધુ ખર્ચ
– યુવા સ્વાવલંબન યોજના માટે 1100 કરોડ
– વેરાવળ-સુરત જિલ્લામાં બે સૈનિક સ્કૂલ
– મેડિકલની વિદ્યાર્થીનીઓની 100% ફી સરકાર આપશે
– 30 નવી સરકારી શાળા ખોલવામાં આવશે
– 3.5 વિદ્યાર્થીઓને 1000ના ટોકન ભાવે ટેબલેટ અપાશે
– પ્રાઇમરી સ્કૂલના 6.60 લાખ વિદ્યાર્થીઓને બુક-ગણવેશ સહાય
– 7 હજારથી વધુ પ્રવાસી શિક્ષકોને રોકવામાં આવશે.
– 37 કોલેજોમાં ડિજીટલ લેબ શરૂ કરાશે
– 108 ઇમરજન્સી સેવા માટે 70 નવી એમ્બ્યુલન્સ
– LCT આધારિત શિક્ષણ માટે 261 કરોડ
– ખેડૂતોને 50 ટકાને બદલે મળે 70 ટકા સબસિડી
– મા-વાસ્ત્લ્ય યોજના માટે 500 કરોડ
– ઘોળકામાં POP મોડલથી નવી એન્જિયનિયરિંગ કોલેજ
– રાષ્ટ્રીય કૃષિ યોજના માટે 365 કરોડ
– ટ્રેક્ટરની ખરીદી માટે 2400ની સહાય
– 14 લાખ ખેડૂતનો મળેશે 1 ટકાના દરે લોન
– 4 નવી મોબાઈલ લેબોલેટરી શરૂ થશે
– હાલોલને નવી સરકારી પોલિટેક્નિક કોલેજ
– AMPCનું આધુનિકરણ કરાશે
– 1.5 લાખની આવક ધરાવતા લોકોને આરોગ્ય કવરેજ, 2 લાખ સુધની સહાય કરાશે
– અમદાવાદ સિવિલના રિનોવેશન માટે 129 કરોડ
– વાહકજન્ય નાબૂદીનું અભિયાન, 2022 સુધીમાં ગુજરાતમાંથી નાબૂદ થશે વાહરજન્ય રોગ
– માતૃત્વ અને બાળ સંભાળ માટે 119.15 કરોડની જોગવાઇ
– વિદેશ અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સની એજ્યુકેશન લોનના મૉરટૉરિઅમ પીરિયડનું વ્યાજ સરકાર ભરશે
– ગ્રાન્ટેબલ સ્કૂલોમાં 9થી 12માં ભણતી છોકરીઓની 7 લાખ 44  હજાર છોકરીઓની ફી સરકાર ભરશે
– માન્યતા પ્રાપ્ત પત્રકારોને મા-વાત્સલ્ય યોજનાનો લાભ મળશે.
– અકસ્માત વીમા કવચ 50 હજારથી વધારી 5 લાખ કરાયું.
– 9 નવી બ્લડ બેંક બનાવવામાં આવશે
– 50 હજાર બાંધકામ શ્રમિકોને પોષણયુક્ત આહાર
– નડાબેટ માટે 10 કરોડની જોગવાઈ
– વરિષ્ઠ નાગરિકોના ભાડામાં 50 ટકાની રાહત
– 26 તાલુકના 4.81 લાખ બાળકો માટે 200 દિવસ માટે દૂધ સંજીવની યોજના
– કેન્સર, કિડની અને એપથોલોજી ઇન્સ્ટિટ્યૂટ માટે 80 કરોડ
– સૌની યોજના 1698 કરોડ
– શ્રવણ તીર્થ યોજનાની જાહેરાત
– બાંધકામ શ્રમિક કલ્યાણ યોજના માટે 70 કરોડની જોગવાઈ
– સરદાર સરોવર માટે 5100 કરોડ
– સાયન્સ સિટી બીજા તબક્કા માટે 42 કરોડ
– ખેડૂતોને વીજદરમાં રાહત આપવા 4011 કરોડ
– તમામ ગ્રામ પંચાયતને મફત વીજળી
– 1.30 લાખ ઘરોને પીએનજી કનેક્શન
– ખેતર ફરતે વાડ બનાવવા 200 કરોડ
– ડ્રીપ ઇરિગેશન સહાય વધારીને 70%
– 37 નવા પુલ બાંધવામાં આવશે
– 9 કોરીડોરને ફૉરલેન કરાશે
– 730 કિમીના માર્ગોને ફોરલેન કરાશે
– ડબલ લેન માટે 210 કરોડ
– ઘુડખર, સિંહ અને શાર્ક વ્હેલના રક્ષણ માતે 118 કરોડ
– નવી ઓર્ગેનિક એગ્રિકલ્ચર યુનિવર્સિટી માટે 82 કરોડ
– 50 નવા સીએનજી સબ સ્ટેશન ઉભા કરાશે
– આરોગ્ય માટે 8800 કરોડ ખર્ચાશે
– 270 નવી મહિલા અદાલતો બનશે
– 1000 શાળઓને જીમ્નેશિયમ
– 15 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સહાય
– 45 હજાર નવા આવાસ બનશે
– સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી યોજના માટે 4026 કરોડ
– વોટર સપ્લાય માટે 1710 કરોડ
– સડક યોજના માટે 500 કરોડ
– સ્માર્ટ સિટી મિશન માટે 597 કરોડ
– ખારીકટ કેનાલ, ફ્લાય ઓવર માટે 100 કરોડ
– સુરત ડાયમંડ સિટી માટે 30 કરોડ
– સ્વચ્છતા મિશન માટે 255 કરોડ
– પંચાયત, ગ્રામ ગ્રુહ નિર્માણ માટે 6700 કરોડ
– રુર્બન પ્રોજેક્ટ માટે 54 કરોડ
– 1.25 લાખ નવા ખેતી વીજ જોડાણ અપાશે. આ માટે 2 હજાર કરોડની જોગવાઇ
– તમામ સરકારી વેટરનરી દવાખાનાઓમાં મફ્ત દવા
– પશુઓ માટે ખાસ 8 ઇમરજન્સી એમ્બ્યુલન્સ
– હ્સ્તકલા કારીગરોને ખાસ 10 કરોડની સહાય
– ચર્મ ઉદ્યોગના કામદારનો 50 લાખની જાહેરાત
– પ્રાથમિક શાળાના 60 લાખ બાળકોને ફ્રી યુનિફોર્મ અને પુસ્તકો
– મધ્યાહન ભોજન માટે 1068 કરોડ
– સામાજિક કલ્યાણ માટે 2857 કરોડ
– કુંબરબાઇનું મામેરું માટે 12 હજાર, બે હજારનો વધારો
– સમાજ સુરક્ષા માટે 706 કરોડ