Banaskantha/ ડીસામાં આજે લવ જેહાદના વિરોધમાં બંધનું એલાન, હજારો લોકો રેલીમાં જોડાયા

વારંવાર સૂચના આપવા છતાં લોકો નહીં જતા આખરે ડીસા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જના લીધે એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો તેમજ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. હાલમાં સમગ્ર શહેરમાં…

Top Stories Gujarat
Opposition Proselytizing

Opposition Proselytizing: ડીસામાં આજે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, આજ સવારથી જ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા અને રેલી બાદ મોટી સંખ્યામાં લોકો એસડીએમને રજૂઆત કરવા પહોંચ્યા છે, ત્યારે ધર્મ પરિવર્તનની વાત અને સમાજના લોકોને લાગે છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી જોવા મળી રહી છે.

પોલીસ દ્ધારા કરાયો લાઠીચાર્જ

ડીસાના તમામ સંઘોએ બંધને સમર્થન આપ્યું છે. બનાસકાંઠાના ડીસામાં વિધર્મીઓ દ્વારા આચરવામાં આવતી કથિત લવ જેહાદ પ્રવૃત્તિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં શુક્રવારે અનેક હિન્દુ આગેવાનોએ બેઠક યોજી હતી અને શનિવારે ડીસા બંધનું એલાન આપતા આજે ડીસામાં પણ વિશાળ રેલીનું આયોજન કરાયું છે. રેલી પૂરી થયા બાદ પણ સમગ્ર વિસ્તારમાં લાંબા સમય સુધી ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભીડ જમાવી હતી. વારંવાર સૂચના આપવા છતાં લોકો નહીં જતા આખરે ડીસા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જના લીધે એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો તેમજ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. હાલમાં સમગ્ર શહેરમાં ધર્મ પરિવર્તનની ઘટનાને પગલે હિન્દુ સમાજના લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. સમગ્ર શહેરનો માહોલ ખૂબ તંગ બન્યો છે.

ડીસાના માલગઢ ગામમાં વિધર્મીઓનું ધર્માંતરણ કરી પરિવારને સોંપવા માટે 25 લાખની ખંડણીની માંગણી બાદ ગૃહિણીઓએ આત્મહત્યાનો પ્રયાસ કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવી પ્રવૃતિઓના વિરોધમાં ડીસાના સાંઈબાબા મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠનના બેનર હેઠળ વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ અને પ્રબુદ્ધ નાગરિકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

શું છે સમગ્ર મામલો?

ધર્મપરિવર્તનની ઘટનાના લીધે ડીસા શહેરમાં ભડકો થયો છે. અહીંના માલગઢમાં દીકરી, પુત્ર અને પત્નીનું ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ 25 લાખની માંગણી કરાઈ હતી. દીકરીના પિતાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ દીકરીના પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાના ખૂબ મોટા પ્રત્યાઘાત ડીસા શહેરમાં પડ્યા છે. આ ઘટનામાં 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પાલનપુર પોલીસે 2 લોકોની અટકાયત કરી છે અને આ કેસમાં 3 લોકો હજી ફરાર છે.

આ પણ વાંચો: હત્યાનો ભેદ ઉકેલાયો/ ગાયિકા વૈશાલી બલસારા મર્ડર કેસમાં મોટો ખુલાસો, જાણો કોણે કરી હત્યા