ભારતીય નેવીએ નૌકાદળ માટે ફેસબુકનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ ઉપરાંત ફરજ દરમિયાન સ્માર્ટ ફોન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા આદેશોને પગલે, નૌકાદળનાં નૌકા મથકો, ડોકયાર્ડ્સ અને વોરશિપ્સ પર ડ્યૂટી દરમિયાન સ્માર્ટ ફોન લઈને જઇ શકશે નહીં. નેવી દ્વારા એવા સમયે આ પ્રતિબંધને હટાવવામાં આવ્યો છે જ્યારે સાત નૌકાદળ સંવેદનશીલ માહિતીને સોશિયલ મીડિયા દ્વારા દુશ્મનને લીક કરવા બદલ દોષી સાબિત થયા હતા.
જે સાત નૌકાદળો પર ગત દિવસોમાં કાર્યવાહી થઇ હતી તેમની આંધ્રપ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીનાં ઇનપુટ્સને પગલે આ તમામ સાત જવાનોની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ રેકેટનો પાકિસ્તાન સાથે સંપર્ક હતો. જે સાત નૌકાદળની ધરપકડ કરવામાં આવી તેમની સાથે એક હવાલા ઓપરેટરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ બધા પર નૌકાદળનાં જહાજો અને સબમરીન વિશે સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને લીક કરવાનો આરોપ મુકાયો છે. ધરપકડ કરાયેલા ત્રણ મરીન વિશાખાપટ્ટનમ સ્થિત પૂર્વી નેવલ કમાન્ડનાં હતા. આ આદેશ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્રણ મુંબઈ સ્થિત વેસ્ટર્ન નેવલ કમાંડ અને એક નૌકાદળ કર્ણાટકનાં કરવારમાં પોસ્ટેડ હતા. આ દરેક વર્ષ 2015 પછી નેવીમાં જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.