Not Set/  ટળ્યું ‘મહા’ સંકટ/ ગુજરાત  આવતા પહેલા મંદ પડ્યું ‘મહા’ વાવાઝોડું, ‘મહા’નું સંકટ ટળ્યું પણ ખતરો યથાવત

ગુજરાતના લોકો માટે એક ખુશખબરી સામે આવી છે, જી હાં… જે રીતે મહા વાવાઝોડ઼ું ગુજરાત માથે મંડરાય રહ્યું હતું તે સંકટ હવે ગુજરાતથી દુર થયું છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત આવતું મહા વાવાઝોડું મંદ પડ્યું છે. આ સપ્તાહે અરબી સમુદ્રમાં બે મોટા વાવાઝોડાં જોવા મળ્યા. હજી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે જેની ત્રાટકવાની દહેશત […]

Top Stories Gujarat Others
rajkot 1  ટળ્યું ‘મહા’ સંકટ/ ગુજરાત  આવતા પહેલા મંદ પડ્યું ‘મહા’ વાવાઝોડું, ‘મહા’નું સંકટ ટળ્યું પણ ખતરો યથાવત

ગુજરાતના લોકો માટે એક ખુશખબરી સામે આવી છે, જી હાં… જે રીતે મહા વાવાઝોડ઼ું ગુજરાત માથે મંડરાય રહ્યું હતું તે સંકટ હવે ગુજરાતથી દુર થયું છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત આવતું મહા વાવાઝોડું મંદ પડ્યું છે.

આ સપ્તાહે અરબી સમુદ્રમાં બે મોટા વાવાઝોડાં જોવા મળ્યા. હજી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે જેની ત્રાટકવાની દહેશત હતી તે ક્યાર ચક્રવાત સમુદ્રમાં જ નબળું પડી ગયું,  તેની કળ વળી નહતી ત્યા ‘મહા’નો ખતરો ગુજરાત પર મંડરાવા લાગ્યો. પણ મહા વાવાઝોડુ પણ ગુજરાતમાં આવતા પહેલા મંદ પડી ગયુ છે અને ફંટાઇ ગયું છે. તેથી  આગામી 5-7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે આજે રાજ્યની સ્થિતિનો ચિતાર રજૂ કરવા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં જયંત સરકારે જણાવ્યું કે,  ‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ આવતા નબળું પડશે. ગુજરાત પરથી ‘મહા’નું સંકટ ટળ્યું પણ ખતરો યથાવત છે. વાવાઝો઼ડાની અસરના પગલે અનેક જિલ્લામાં ભારે વરસાદ થશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર એવા  ભાવનગર, બોટાદ,અમરેલી, ગીરસોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા,વલસાડ, નવસારી, તાપી ઉપરાંત આણંદ-ખેડા નડિયામાં પણ વરસાદ વરસશે. હવામાન વિભાગે માછીમારોને 8મી નવેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. વાવાઝોડાની અસરના પગલે 5મી નવેમ્બરથી 7મી નવેમ્બર સાંજ સુધી 40-50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.

આ વખતે વેરાવળ પર મહાનું સંકટ સૌથી વધુ તોળાય રહ્યું હતું. પરંતુ સોમનાથ મહાદેવ સામે આ મહા વાવાઝોડું નબળું પડી જશે,  ફંટાઈ જશે અથવા તો શમી જશે એવી સ્થાનિકોની આશા અને દ્રઢ વિશ્વાસની જાણે જીત થઇ હોય એવું હવામાન વિભાગની આગાહીથી લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.