વિવાદ/ કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાનું અપમાન! હનુમાનજી મહારાજને સ્વામીનારાયણ ભગવાનના દાસ તરીકે બતાવતા ભારે વિવાદ

સાળંગપુર હનુમાનજી મંદિરમાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતીમાની નીચે બનેલી કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે

Top Stories Gujarat
7 7 1 કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાનું અપમાન! હનુમાનજી મહારાજને સ્વામીનારાયણ ભગવાનના દાસ તરીકે બતાવતા ભારે વિવાદ

સાળંગપુરથી વિવાદના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્વામીનારાય સંપ્રદાયે વિવાદનો મધપૂંડો છેડી દીધો છે જેના લીધે લાખો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોચી છે. સાળંગપુર હનુમાનજી મંદિરમાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતીમાની નીચે બનેલી કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે, જેમાં સ્વામીનારાયણ ભગવાન ઊભા છે અને હનુમાનજી તેને પ્રણામ કરતા હોય તેવા શિલ્પ છે,આ ચિત્રના લીઘે ભારે વિવાદ સર્જાયો છે. આ ચિત્રને લઇને ભારે નારાજગી હિન્દુ સંગઠનોમાં જોવા મળી રહી છે. જેના લીધે વડતાલ સ્વામીનારાયણ ટ્રસ્ટની મિટિંગ આજે મળવાની હતી પણ તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે સાળંગપુર હનુમાનજી મંદિરે અંકિત કરવામાં આવેલી કેટલીક ભીંત ચિત્રો મૂળ ધાર્મિક વાતો કરતા વિપરીત રીતે દર્શાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો અને જેના લીઘે હિન્દુ સંગઠનોમાં લાગણી દુભાઇ છે. આ અંગે સોશિયલ મીડિયા પર ભારે વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. અને વિવાદ છેડાઇ ગયો છે.

નોંધનીય છે કે હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવ્યા હોવાનું તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે.  આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં એક આસન પર બેઠાં નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠાં હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. જે દરમિયાન કેટલાક દર્શનાર્થીઓએ આ શિલ્પચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા બાદ વિવાદ ઉઠ્યો છે.