Not Set/ થરાદ: 15 દિવસથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, હજારો લીટર પાણી વેડફાયું, તંત્ર ઘોર નિદ્વામાં

થરાદ, એક રાજ્યમાં ગરમીનો ભયંકર પ્રકોપ વાદ્ધી રહ્યો છે. કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે સુક્કી ભટ્ઠ જમીન અને તળિયા ઝાટક ડેમની વાસ્તવિકતાનો ચિતાર ગુજરાત ઝીલી રહ્યું છે. રાજ્યના ડેમોમાં સતત ઘટી જતી જળ સપાટી અને સુકાતા જતા સ્ત્રોત એ માત્ર નાગરિકો જ નહિ પણ સરકારની ચિંતાનું પણ કારણ બન્યા છે. ત્યારે થરાદની સર્વોદય સોસાયટીની બાજુમાં પીવાના […]

Gujarat Others Trending
d649cc88 8602 4e05 bea0 2b4a8bb55067 1 થરાદ: 15 દિવસથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, હજારો લીટર પાણી વેડફાયું, તંત્ર ઘોર નિદ્વામાં

થરાદ,

એક રાજ્યમાં ગરમીનો ભયંકર પ્રકોપ વાદ્ધી રહ્યો છે. કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે સુક્કી ભટ્ઠ જમીન અને તળિયા ઝાટક ડેમની વાસ્તવિકતાનો ચિતાર ગુજરાત ઝીલી રહ્યું છે. રાજ્યના ડેમોમાં સતત ઘટી જતી જળ સપાટી અને સુકાતા જતા સ્ત્રોત એ માત્ર નાગરિકો જ નહિ પણ સરકારની ચિંતાનું પણ કારણ બન્યા છે. ત્યારે થરાદની સર્વોદય સોસાયટીની બાજુમાં પીવાના પાણીની પાઈપ લીકેજ થતાં રસ્તા પર હજારો લીટર પાણી વેડફાયુ છે.

મળતી માહિતી મુજબ સોસાયટીની બાજુમાં બસસ્ટેન્ડમાં જતી પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થઇ ગયુ હતુ. છેલ્લા 15 દિવસથી લીકેજ હોવાથી કારણે પાણી વેડફાતા પાણી પુરવઠાની બેદરકારીથી રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે ઉનાળાની શરૂઆત થતા જ પાણીની અછત સર્જાય છે.

ત્યારે એક બાજુ છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો ફાંફા મારે છે. ત્યારે બીજી બાજુ થરાદમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. ત્યારે આ મામલે તંત્ર ઘોર નિદ્વામાં હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે પાણીની પાઇપલાઇન જલ્દીથી જલ્દી રિપેર થાય તેવી સ્થાનિકોની માંગ છે. હાલ રાજ્યમાં ગરમીના કારાણે રાજ્યના 153 જેટલા ડેમોમાં 25 ટકાથી પણ ઓછું પાણી છે ત્યારે, 65 જેટલા ડેમ સૂકા ભઠ્ઠ પડયા છે.