અમદાવાદ/ AMC: ડો. ચિરાગ શાહ સામે મહિલાઓની ઉગ્ર રજૂઆત

ચિરાગ શાહનું નામ અન્ય રાજ્યની મેડિકલ કોલેજમાં ભૂતિયા અધ્યપક તરીકે ચાલતું હોવાનું અને મ્યુનિ. ઉપરાંત કોલેજ એમ બે સ્થળેથી પગાર લેતા હોવાનું સાબિત થયું હતું.

Top Stories Ahmedabad Gujarat
ચિરાગ શાહ

@પ્રફુલ્લ ત્રિવેદી 

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં સાથી મહિલા કર્મચારીની છેડતીના ગંભીર પ્રકરણમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.ચિરાગ શાહને બે કે ત્રણ ઇન્ક્રીમેન્ટ રોકવાની અત્યંત નજીવી સજા કરીને અપીલ કમિટીએ છોડી મૂકતાં ભારે હોબાળો મચી ગયો છે. માત્ર મ્યુનિ.ના વર્તુળોમાં જ નહીં શહેરભરમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ગઇકાલે મહિલા દિવસે જ કોર્પોરેશનના મહિલા કર્મચરી-અધિકારીઓએ એકઠા થઈને આ મામલે મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને કમિશનર લોચન સહેરાને ઉગ્ર રજૂઆત કરી કહ્યું હતું કે, બહુ ખોટો દાખલો બેસી રહ્યો છે. ભ્રષ્ટાચાર અને કૌભાંડોને આવા નિર્ણયથી પ્રોત્સાહન મળશે  એટલું જ નહીં સારી રીતે કામ કરતાં કર્મચારીઓ-અધિકારિઓનું મોરલ ડાઉન થશે.

બીજી તરફ આ મામલો હાઇકોર્ટ સુધી જશે તેમ જણાય છે. નિવૃત ન્યાયમૂર્તિની ઇન્ક્વાયરીમાં ગંભીર આરોપો સાબિત થઈ ગયા હોવા છતાં સજા અત્યંત નામમાત્રની જ કરવામાં આવી છે.

ઉપરાંત ડો. ચિરાગ શાહનું નામ અન્ય રાજ્યની મેડિકલ કોલેજમાં ભૂતિયા અધ્યપક તરીકે ચાલતું હોવાનું અને મ્યુનિ. ઉપરાંત કોલેજ એમ બે સ્થળેથી પગાર લેતા હોવાનું સાબિત થયું હતું. હાઇકોર્ટમાં રિટ થાય તો આ મુદ્દો ગાજશે કે મ્યુનિ. જેવા જવાબદાર તંત્રએ MCI ને જાણ કેમ નહોતી કરી? આ પ્રકરણમાં પેપર પર ખોટા ફેકલ્ટી મેમ્બર બતાવનાર કોલેજ પણ દોષિત ઠરી શકે છે. બીજો મુદ્દો છે ઇન્કમ ટેક્સના રિટર્નમાં બે પૈકી કયો પગાર દર્શાવ્યો હતો? કેલેજ જે રોકડ ચૂકવણું કરતી હોય તો બે નંબરના નાણાં કોલેજ પાસે  આવ્યા ક્યાંથી તે પ્રશ્ન ઊભો થાય છે? અને જો ચેકથી પગાર થતો હોય તો તે ઇન્કમ ટેક્સ રિટર્નમાં છુપાવ્યો કઈ રીતે હતો? અપીલ કમિટીના સભ્યોને કદાચ એ પણ ખબર નથી કે, બે જગ્યાએથી પગાર લેનાર પાસે મ્યુનિ.માંથી લીધેલા પગાર મ્યુનિ. ની તિજોરીમાં પહેલા જમા કરાવવો પડે. આમ ના થાય તો કોર્ટના એવા એંક ચુકાદા છે કે આવી રકમની જવાબદારી માફી આપનાર કમિટીના સભ્યોની અંગત રીતે થતી હોય છે. કેટલાંક રાજકારણીઓ હાઇકોર્ટમાં રિટ કરવા કાયદાવિદની સલાહ લઈ રહ્યા હોવાનું પણ જણાવ મળે છે.

મ્યુનિ.ના આ અવિચાર નિર્ણયના દૂરોગામિ પ્રત્યાઘાતો પડશે તેમ હોવાનું જણાય છે.

આ પણ વાંચો :રાજકોટમાં 10 જેટલા શખ્સોએ પથ્થરમારો બુટલેગરની કરી હત્યા

આ પણ વાંચો :સિટી બસની હડફેટે આવી કોલેજીયન યુવતી, ઘટના CCTVમાં કેદ

આ પણ વાંચો :અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સરેઆમ યુવતીની કરી હત્યા, પોલીસ સ્ટેશન માત્ર 100 મીટર હતું

આ પણ વાંચો :મહુવામાં રાજ્યકક્ષાના મંત્રીના પુત્રનો ફાયરિંગ કરતો વાયરલ, સો. મીડિયામાં લોકોએ ઠાલવ્યો રોષ