ભારતમાં જાન્યુઆરી બાદ ફરી એકવાર ભારતમાં કોરોના વાયરસના ચેપના આંકડાએ ચિંતા વધારી છે. દેશમાં કોવિડના અસરકારક પ્રજનન નંબર એટલે કે આર મૂલ્યનો વધતો દર એ સંકેત છે કે ચેપ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં કોવિડની આર વેલ્યુ એક કરતા વધુ થઈ ગઈ છે. આ અનુમાન ચેન્નાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિકલ સાયન્સના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું છે.
આર વેલ્યુ 1 કરતા વધુ હોવાનો અર્થ એ થાય છે કે કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં વધારો થયો છે. જો આ દર 1 થી નીચે રહેશે તો રોગચાળો નિયંત્રણમાં રહેશે. તો જો આ દર 1 કરતા ઘણો ઓછો હોય તો તે દર્શાવે છે કે રોગનો ચેપ બંધ થઈ ગયો છે. આ વર્ષે 1-10 જાન્યુઆરી વચ્ચે કોરોનાનું R મૂલ્ય 2.98 પર પહોંચી ગયું હતું. કારણ કે આ સમયગાળા દરમિયાન ઓમિક્રોન વેરિઅન્ટના કારણે સંક્રમણના કેસ ઝડપથી વધ્યા હતા.
આ સંશોધકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશમાં કોવિડની આર વેલ્યુ ઝડપથી વધી છે. 12-18 એપ્રિલની વચ્ચે આ દર 1.07 હતો, જ્યારે 5-11 એપ્રિલ દરમિયાન આ મૂલ્ય 0.93 હતું. સંસ્થાના સંશોધક સીતાભ્ર સિન્હાના જણાવ્યા અનુસાર 16-22 જાન્યુઆરી વચ્ચે R મૂલ્યનો આ દર 1.28 હતો. સીતાભ્ર સિન્હાએ જણાવ્યું કે આ દરનું કારણ માત્ર દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસ નથી પરંતુ હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા કેસ પણ છે.
સંશોધક સીતાભ્ર સિન્હાએ જણાવ્યું હતું કે લગભગ તમામ મોટા શહેરો – મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈ -માં R મૂલ્ય 1 થી ઉપર છે. જ્યારે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં R વેલ્યૂ 2 થી ઉપર છે. હાલમાં કોલકાતાનો ડેટા ઉપલબ્ધ નથી. 18 એપ્રિલે પૂરા થતા સપ્તાહ માટે અંદાજિત R મૂલ્ય દિલ્હી માટે 2.12, ઉત્તર પ્રદેશ માટે 2.12, કર્ણાટક માટે 1.04, હરિયાણા માટે 1.70, મુંબઈ માટે 1.13, ચેન્નાઈ માટે 1.18 અને બેંગલુરુ માટે 1.04 છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ/ મમતા બેનર્જી અને રાજ્યપાલ ધનખરનાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ, એક જ મંચ પરથી છોડ્યા તીર
આ પણ વાંચો: રિલાયન્સનું ફેશન હાઉસ/ AJSKમાં 51 ટકા ભાગીદારી ખરીદશે રિલાયન્સ બ્રાન્ડ્સ