U19 World Cup/ ભારતીય ટીમે યુગાન્ડાને 326 રનથી હરાવી રચ્યો ઈતિહાસ, આ ફોર્મેટમાં કોઈપણ ટીમની આ બીજી સૌથી મોટી જીત

વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલા ICC અંડર-19 વર્લ્ડ કપ 2022ની અંતિમ ગ્રુપ બી મેચમાં યુગાન્ડાને 326 રનથી હરાવીને ભારતે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત નોંધાવી છે. બ્રાયન લારા સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ખેલાડીઓએ 5 વિકેટે 405 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

Top Stories Sports
India vs Uganda

વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલા ICC અંડર-19 વર્લ્ડ કપ 2022ની અંતિમ ગ્રુપ બી મેચમાં યુગાન્ડાને 326 રનથી હરાવીને ભારતે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત નોંધાવી છે. બ્રાયન લારા સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ખેલાડીઓએ 5 વિકેટે 405 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેમા રાજ બાવા 162 અને અંગક્રિશ રઘુવંશી 144 રન સાથે અણનમ રહ્યો હતો.

આ પણ વાંચો – ICC અંડર-19 / વર્લ્ડ કપમાં ભારતે યુગાન્ડાને 406 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો,રાજ બાવાની 162ની યાદગાર ઇનિંગ્સ

આ પછી ભારતીય ટીમે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને યુગાન્ડાની ટીમ 19.4 ઓવરમાં 79 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. નિશાંત સંધુએ 19 રનમાં ચાર વિકેટ પોતાના ખાતામાં ઉમેરી હતી. ભારતીય ટીમ પહેલા જ ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે. યુગાન્ડા સામે 326 રને મળેલી જીત ભારતીય ટીમની અંડર-19 વનડેમાં સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે 2004માં સ્કોટલેન્ડને 270 રનથી હરાવ્યું હતું. એકંદરે, આ ફોર્મેટમાં કોઈપણ અંડર-19 ટીમની આ બીજી સૌથી મોટી જીત છે.

અગાઉ 2002માં ઓસ્ટ્રેલિયાએ કેન્યાને 430 રનથી હરાવ્યું હતું. આ પહેલા ભારત માટે બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી અને સ્કોર 400ની પાર પહોંચાડ્યો હતો. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનાં ઈતિહાસમાં બીજી વખત કોઈ ટીમે 400 રનનો આંકડો પાર કર્યો છે. ભારતે યુગાન્ડા સામે 406 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો. આ મેચમાં યુગાન્ડાની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આવી સ્થિતિમાં ભારતને ખાસ શરૂઆત મળી ન હોતી, પરંતુ ઓપનર અંગક્રિશ રઘુવંશીએ જોરદાર સદી ફટકારી હતી. અંગક્રિશ રઘુવંશી ઉપરાંત રાજ બાવાએ આ ઇનિંગમાં ભારત માટે સદી ફટકારી હતી. અંગક્રિશ રઘુવંશીએ 120 બોલમાં 22 ચોક્કા અને 4 છક્કાની મદદથી 144 રનની ઇનિંગ રમી હતી, પરંતુ રાજ બાવાએ તોફાની બેટિંગ કરીને 108 બોલમાં અણનમ 162 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – બીજી વન-ડે / ભારત સામે બીજી વન-ડેમાં આફ્રિકાએ કરી મોટી ભૂલ,ICCએ ફટકાર્યો દંડ

રાજ બાવાએ આ ઇનિંગ દરમિયાન 14 ચોક્કા અને 8 છક્કા ફટકાર્યા હતા. ખાસ વાત એ હતી કે ભારત તરફથી દરેક બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી ગયા અને ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 405 રન બનાવ્યા. જો કે, આ મેચ ભારત માટે બહુ મહત્વની નથી, કારણ કે ટીમ ICC અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ 2022ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.

 આ ભારતની છેલ્લી લીગ મેચ હતી, જેમાં ટીમનાં કેપ્ટન સહિત મુખ્ય ખેલાડીઓ હાજર નથી, કારણ કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા અને હાલમાં તેઓ આઈસોલેશનમાં છે. જો કે, તેને ક્વાર્ટર ફાઈનલ મેચ પહેલા રજા આપવામાં આવી શકે છે, પરંતુ કોરોના રિપોર્ટ નેગેટિવ આવવો જોઈએ.