Weather Update/ દિલ્હીમાં તીવ્ર ઠંડી, આજે પડી શકે છે વરસાદ, જાણો અન્ય રાજ્યોની સ્થિતિ

દેશની રાજધાની દિલ્હીમાં હાડ ઉંચી કરી નાખનારી ઠંડી છે. અહીં તાપમાન 5.2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આજે વરસાદની પણ સંભાવના છે.

Top Stories India
YouTube Thumbnail 2024 01 09T081605.388 દિલ્હીમાં તીવ્ર ઠંડી, આજે પડી શકે છે વરસાદ, જાણો અન્ય રાજ્યોની સ્થિતિ

દેશની રાજધાની દિલ્હીમાં હાડ ઉંચી કરી નાખનારી ઠંડી છે. અહીં તાપમાન 5.2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આજે વરસાદની પણ સંભાવના છે. સોમવારે દિલ્હી-એનસીઆરમાં હળવો તડકો હતો પરંતુ ત્યારથી ઠંડીમાં વધુ વધારો થયો છે.

દિલ્હીમાં આજે વરસાદ પડી શકે છે

દિલ્હી માટે હવામાન વિભાગે મંગળવારે એટલે કે આજે વરસાદની આગાહી કરી છે. વરસાદને કારણે દિલ્હીમાં ઠંડી વધુ વધી શકે છે. આ ટ્રેનો અને એરલાઇન્સ સહિત પરિવહનના તમામ માધ્યમોને અસર કરી શકે છે.

હવામાન વિભાગનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મંગળવારે દિલ્હીમાં વરસાદ પડી શકે છે. સવારે હળવું ધુમ્મસ પણ રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઠંડીની અસરને કારણે 47 ફ્લાઈટ મોડી ચાલી રહી છે. સોમવારે ઠંડીના કારણે 90 ટ્રેનો મોડી પહોંચી હતી.

ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ કાશ્મીર સહિત અનેક સ્થળોએ તીવ્ર ઠંડી

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હળવી હિમવર્ષા થવાની સંભાવના છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં ઉના, સુંદરનગર અને સોલનમાં કડકડતી ઠંડી પડી રહી છે. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં પારો માઈનસ થઈ ગયો છે.

પંજાબમાં સોમવારે ઘણી જગ્યાએ સૂર્યપ્રકાશ હતો પરંતુ ઠંડા પવનોએ પીછો છોડ્યો ન હતો. લુધિયાન અને અમૃતસરમાં ખૂબ જ ઠંડી છે. જ્યારે હરિયાણાના અંબાલામાં 4.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: