ભાવવધારો/ વીજળી પ્રતિ યુનિટ 50ને પાર થતા લોકો કરી રહ્યા છે આત્મહત્યા! જાણો અહેવાલ

દેશમાં ભારે અસ્થિરતા વચ્ચે મોંઘવારી અને બેરોજગારીએ લોકોની કમર તોડી નાખી છે. સ્થિતિ એવી છે કે હવે લોકો વધતા વીજ બિલને કારણે આત્મહત્યા કરવા લાગ્યા છે

Top Stories World
6 1 19 વીજળી પ્રતિ યુનિટ 50ને પાર થતા લોકો કરી રહ્યા છે આત્મહત્યા! જાણો અહેવાલ

પાડોશી દેશ પાકિસ્તાનમાં આ સમયે વીજળીના બિલના ભાવ વધારાના લીધે હોબાળો મચી ગયો છે. દેશમાં ભારે અસ્થિરતા વચ્ચે મોંઘવારી અને બેરોજગારીએ લોકોની કમર તોડી નાખી છે. સ્થિતિ એવી છે કે હવે લોકો વધતા વીજ બિલને કારણે આત્મહત્યા કરવા લાગ્યા છે. તાજેતરનો મામલો પંજાબ પ્રાંતનો છે, જ્યાં એક યુવકે વીજળીના બિલને લઈને આત્મહત્યા કરી લીધી. વીજળીના વધેલા બિલથી નારાજ એક વ્યક્તિ એકે-47 લઈને ટેરેસ પર ચઢી ગયો હતો.પાકિસ્તાનમાં વીજળીના વધારાના બિલને લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકો જાહેરમાં બીલ બાળીને વિજળીના વધેલા દરોનો વિરોધ કરી રહ્યા છે. આ વર્ષે પાકિસ્તાનમાં વીજળીના ભાવમાં ભારે વધારો થયો છે અને પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર અહીં પ્રતિ યુનિટ વીજળી હવે 50 રૂપિયાને પાર કરી ગઈ છે. સરકારે વિવિધ રહેણાંક વિસ્તારોમાં વીજળીના દરમાં 30 ટકા સુધીનો વધારો કર્યો છે.

તાજેતરમાં જ પાકિસ્તાનમાં વીજળીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સરકારે વિવિધ રહેણાંક વિસ્તારોમાં વીજળીના દરમાં 30 ટકા સુધીનો વધારો કર્યો છે. આ વધેલા દરો પછી લોકોના બિલમાં ભારે વધારો થયો છે. તેનાથી પહેલાથી જ મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો પર દબાણ વધ્યું.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહેવાસી 35 વર્ષીય મુહમ્મદ હમઝાએ તેનું વીજળીનું બિલ 40,000 પાકિસ્તાની રૂપિયા આવ્યા બાદ આત્મહત્યા કરી લીધી. પરિવારનું કહેવું છે કે તે પહેલાથી જ દેવા હેઠળ હતો, જેના કારણે તે ખૂબ જ પરેશાન હતો. પાકિસ્તાનમાં આસમાની મોંઘવારીથી દરેક વ્યક્તિ વાકેફ છે. પરંતુ પહેલાથી જ દેવાના બોજ હેઠળ દબાયેલા હમઝાના વધેલા વીજળીના બિલે તેની હિંમત તોડી નાખી.

મોહમ્મદ હમઝાના ઘરમાં તેના બે નાના બાળકો પણ છે. પંજાબ પ્રાંતના ખૈબર પખ્તુનખ્વાનો રહેવાસી હમઝા વીજળીના વધેલા બિલને કારણે માનસિક તણાવમાં હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પહેલાથી જ ભારે દેવામાં ડૂબી ગયો હતો. ઉપરથી 40,000 પાકિસ્તાની રૂપિયાનું વીજળીનું બિલ જોઈને હમઝાએ આત્મહત્યા કરી લીધી.

પંજાબ પ્રાંતના ખૈબર પખ્તુનખ્વામાં, વીજળીનું બિલ વધી જવાને કારણે એક વ્યક્તિ AK-47 લઈને છત પર ચઢી ગયો. શરૂઆતમાં આ વ્યક્તિએ વીજ કચેરીને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પરંતુ કંપનીના કર્મચારીઓએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.