બજેટ સત્ર 2023/ ગુજરાત વિધાનસભામાં આ તારીખથી બજેટ સત્રની શરૂઆત થશે,જાણો બજેટ ક્યારે રજૂ થશે

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે.પ્રાપ્ત માહિતી અનુસાર 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે

Top Stories Gujarat
Budget session
  • ગાંધીનગરઃ 23 ફેબ્રુ.થી વિધાનસભાનું બજેટ સત્ર
  • 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ કરશે સંબોધન
  • 24 ફેબ્રુ.એ વિધાનસભામાં બજેટ રજૂ થશે
  • 25 દિવસ સુધી ચાલશે બજેટ સત્ર
  • સરકારી વિધેયક- કામકાજ માટે 5 બેઠકો મળશે
  • વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે
  • આગામી 29 માર્ચ સુધી યોજાશે વિધાનસભાનું સત્ર

Budget session :   ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે.પ્રાપ્ત માહિતી અનુસાર 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે. 25 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે.આ ઉપરાંત સરકારી વિધયેક અને કામકાજ માટે 5 બેઠકો મળશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે.

ઉલ્લેખનીય છે કે (Budget session) ગાંધીનગરમાં બજેટ સત્રની શરૂઆત 23 ફેબ્રુઆરીથી થશે.આ બજેટ સત્રમાં પ્રજાને લાભ થાય તે મુજબ બજેટ રજૂ કરવાની કવાયત સરકાર દ્વારા કરવામાં આવશે. પ્રજાલક્ષી યોજના માટે અનેક બજેની ફાળવળી પણ કરવામાં આવે તેવી પુરી શકયતા રહેલી છે. બજેટ સત્રમાં નાણા મંત્રી રાજયનું બજેટ રજૂ કરશે.

નોંધનીય છે કે  (Budget session)આ વખતે ગુજરાત વિધાનસભામાં બજેટ કનુભાઇ દેસાઇ રજૂ કરશે. તેઓ પ્રજાને રહાત આપનારૂ બજેટ રજૂ કરે તેવી પુરી શક્યતા રહેલી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ સરકાર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજ્ય હાંસિલ કર્યો હતો જેના લીધે આ વખતે એવું લાગી રહ્યું છે કે બજેટ પ્રજાલત્રી અને રાહત આપનારી હશે.

કારોબારી બેઠક/સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ, લોકસભાની 26 બેઠકો જીતવા પર થશે ખાસ

Cold in Gujarat/રાજયમાં ઠંડીનો પ્રકોપ યથાવત! હવામાન વિભાગે આપી આટલા દિવસ પડશે કાતિલ ઠંડી,જાણો