કારોબારી બેઠક/ સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ, લોકસભાની 26 બેઠકો જીતવા પર થશે ખાસ ચર્ચા

 ગુજરાતમાં આજે ભાજપની કોરોબારી બેઠકનો બીજો દિવસ છે, આજે સવારે 10 વાગ્યે કારોબારીને બેઠક મળશે અને આ બેઠકમાં મુખ્યમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે

Top Stories Gujarat
8 2 7 સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ, લોકસભાની 26 બેઠકો જીતવા પર થશે ખાસ ચર્ચા
  • ભાજપ પ્રદેશ કારોબારીનો આજે બીજો દિવસ
  • સવારે દસ વાગ્યાથી શરૂ થશે કારોબારી મીટીંગ
  • સુરેન્દ્રનગર ખાતે આખો દિવસ ધમધમસે મીટીંગ
  • સવારે  સી.આર. પાટીલનો રોડ શો
  • રોડ શોમાં ઉમટી પડશે મોટી સંખ્યામાં જનમેદની
  • આગામી લોકસભા ચૂંટણી અંગે થશે રાજકીય ચર્ચા
  • 26એ 26 લોકસભા સીટ જીતવા ઘડાશે રણનીતિ

Bjp meeting   ગુજરાતમાં આજે ભાજપની કોરોબારી બેઠકનો બીજો દિવસ છે, આજે સવારે 10 વાગ્યે કારોબારીને બેઠક મળશે અને આ બેઠકમાં મુખ્યમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ભવ્ય રોડ શો પણ કરશે. આ રોડ શોમાં ભારે સંખ્યમાં જનમેદની ઉમટી પડશે. હાલ ભાજપના નેતાઓ કાર્યકરો સાથે વાત અને સંવાદ કરી રહ્યા છે અને તેમના ઘરે રોકાણ કરીને તેમનો મનોબળ વધારી રહ્યા છે. આ કારોબારી બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીૂ પર વિસ્તૃત ચર્ચા થશે.ગુજરાતમાં ફરી એકવાર 26 લોકસભાની બેઠકો જીતવાનો લક્ષ રાખવામાં આવ્યો છે. ફરી એકવાર 26 બેઠકોમાંથી 26 મેળલાની રણનીતિ પર રોડમેપ તૈયાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભાજપની  (bjp meeting) ઐતિહાસિક જીત બાદ ભાજપની પ્રદેશ  પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન સુરેન્દ્રનગર શહેરમાં હાલ ચાલી રહી છે.  આજે મળનારી પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં  મંત્રી મંડળના સભ્યો સહિત તમામ ધારાસભ્યો અને કારોબારીના હોદેદારો ભાગ લેશે. તેમજ પ્રદેશ કારોબારીમાં રાષ્ટ્રીય કારોબારીના આર્થિક, રાજકીય પ્રસ્તાવને સમર્થન આપવામાં આવશે.. જ્યારે અન્ય નેતાઓ હોટલ તથા કાર્યકર્તાઓન ઘરે રોકાણ કરી તેમનો ઉત્સાહ વધારશે.નોંધનીય છે આ બેઠકમાં કાર્યકરોનો ઉત્સાહ વધારવામાં માટે  નેતાઓ કાર્યકરના ઘરે  રાત્રિ રોકાણ કરીને સંગઠન અંગે વિસ્તૃત ચર્ચા પણ કરશે.

આગામી ( bjp meeting) લોકસભાની ચૂંટણી માટે સગંઠન અને રણનીતિ પર કામ કરવામાં આવશે ,હાલ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય બેઠક મળી હતી જેમાં નરેન્દ્ર મોદીએ અનેક બાબતો પર વાત કરી હતી જેમાં ખાસ કરીને ચૂંટણીની રણનીતિ પર ભાર મુક્યો હતો , મુસ્લિમ સમાજની ટીકા ટીપ્પણી નહીં કરવા પર સંબોધન પર ભાર મૂક્યો હતો. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ હેટ્રીક  નોંધાવે તે અંગે હાલ રણનીતિ બનાવી છે તેના પર કામ કરવામાં આવી રહ્યુું છે.

Election/આણંદની અમુલ ડેરીમાં આજે GCMMFLના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે