Election/ આણંદની અમુલ ડેરીમાં આજે GCMMFLના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે

ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના આગામી અઢી વર્ષની મુદત માટેના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી મંગળવારે આણંદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાવવા જઇ રહી છે.

Top Stories Gujarat
GCMMFL
  • આણંદની અમુલ ડેરીમાં GCMMFLની ચૂંટણી ( GCMMFL)
  • ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી
  • પ્રાંત અધિકારી, રજિસ્ટ્રારની આગેવાનીમાં ચૂંટણી
  • બપોરે 12.00 કલાકે યોજાશે ચેરમેન પદની ચૂંટણી
  • હાલ ચેરમેન પદ પર છે શામળ પટેલ
  • વાઇસ ચેરમેન પદ પર છે વાલમજી હુંબલ
  • GCMMFLનું વાર્ષિક ટર્ન ઓવર 61 હજાર કરોડ
  • GCMMFLના નવા ચેરમેનની થશે નિયુક્તિ

GCMMFL;  આણંદની અમૂલ ડેરીમાં આજે   ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના આગામી અઢી વર્ષની મુદત માટેના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી મંગળવારે આણંદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાવવા જઇ રહી છે. આજે  બપોરે 12 કલાકે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવવા જઇ રહી છે. અમૂલ ડેરીના મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના  ચેરમેન પદે હાલ શામળ પટેલ કાર્યરત છે,જ્યારે  વાઇસ ચેરમન પદે વાલમજી હુંબલ છે. અઢી વર્ષનો કાર્યકાળ પુરો થતો હોવાથી આજે ચૂંટણી યોજાવવા જઇ રહી છે. આજે ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનના નવા ચેરમેન મળશે.

ઉલ્લેખનીય છે કે GCMMFLનું વાર્ષિક ટર્નઓવર  61 હજાર કરોડથી વધારે છે.આ ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની ચૂંટણી રસપ્દ બની રહેશે. અઢી વર્ષ માટે નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.18 ડિરેકટર અને સ્ટેટ રજિસ્ટ્રાર મળી 19 મતથી ચૂંટણી કરાશે.

મંગળવારે બપોરે 12 કલાકે ફેડરેશન ( GCMMFL) સભાખંડમાં ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે.જેમા આણંદ ચૂંટણી વિભાગ દ્વારા મતપેટી મુકવામાં આવશે. જેમાં ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના હસ્તકની જુદી જુદી મંડળીઓના ચેરમેન મતદાન કરશે.આ ચૂંટણીની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

નોંધનીય છે કે ચુંટણીને લઇને ઉમેદવારોની બેઠકો શરૂ થઇ ગઇ હતી. બપોરે 12 કલાક બાદ જીસીએમએમએફના ચેરમેન તરીકે કોણ જીતશે તેની આતુરતા પૂર્વક  રાહ જોવાઈ રહી છે.

Kashmir/આમ આદમી પાર્ટી હવે જમ્મુ-કાશ્મીરમાં પણ લડશે વિધાનસભાની ચૂંટણી

ચુકાદો/ મોહમ્મદ શમીને કોર્ટનો આંચકો, પત્ની હસીન જહાંને દર મહિને આટલું ભરણપોષણ ચૂકવવું પડશે