Pre Board Exam/ અમદાવાદમાં પહેલીવાર યોજાશે ધોરણ 10ના વિધાર્થીઓ માટે પ્રિ બોર્ડ પરીક્ષા

Pre Board Exam:   ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઇ ગઇ છે. આ માર્ચમાં મહિનામાં ધોરણ 10 અને 12 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ પરીક્ષાને લઇને વિધાર્થીઓમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો છે.વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્રથી લઇને પેપર સ્ટાઇલ અંગે એક ડર હોય છે ,આ ડરને દૂર કરવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ અનોખી પહેલ કરવા જઇ […]

Top Stories Gujarat
Pre Board Exam

Pre Board Exam:   ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઇ ગઇ છે. આ માર્ચમાં મહિનામાં ધોરણ 10 અને 12 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ પરીક્ષાને લઇને વિધાર્થીઓમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો છે.વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્રથી લઇને પેપર સ્ટાઇલ અંગે એક ડર હોય છે ,આ ડરને દૂર કરવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ અનોખી પહેલ કરવા જઇ રહી છે. જિલ્લા શિક્ષણ વિભાગ અમદાવાદ દ્વારા વિધાર્થીઓ માટે પહેલીવાર પ્રિ બોર્ડની પરીક્ષા યોજવાનું આયોજન કરવા જઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પહેલીવાર અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા  પ્રિ બોર્ડની પરીક્ષાનું આયોજન કરવા જઇ રહ્યું છે.પહેલી વાર પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓ બોર્ડની પરીક્ષાથી અજાણ હોય છે. પેપરસ્ટાઈલ કેવી હશે, પેપર કેવા હશે અને કઇ શાળામાં પરીક્ષા કેન્દ્રમાં નંબર આવ્યો હશે આ ચિંતા વિધાર્થીઓમાં જોવા મળતી હોય છે. આ વિધાર્થીઓને ગુજરાત બોર્ડની પરીક્ષામાં સરળતા રહે તે માટે અનોખી પહેલ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી રોહિત ચૈાધરીએ વિશેષ આયોજન કરાવ્યું છે.

 સૌથી મોટી ચિંતા પરીક્ષા માટે કઈ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં નંબર આવશે તે તમામ વિગતો ને લઈને વિધાર્થીઓ ચિંતામાં હોય છે. તેની સીધી અસર પરીક્ષાની તૈયારીઓ પર પડતી હોય છે. જેથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ વિશેષ આયોજન કર્યું છે.રાજ્યમાં પહેલી વખત અમદાવાદમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પ્રિ બોર્ડ પરીક્ષા લેવાશે. જે રીતે બોર્ડની પરીક્ષા યોજાય છે તે પ્રકારે બોર્ડની પરીક્ષાની જેમ વિદ્યાર્થીઓને  હોલ ટિકિટ પણ આપવામાં આવશે. પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ભય દૂર કરવા DEO રોહિત ચૌધરીએ આ પહેલ કરી છે. વિધાર્થીઓને સૌથી વધુ અઘરા લાગતા હોય તેવા  ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે.

ધોરણ 10 ના વિધાર્થીઓ પ્રિ બોર્ડની પરીક્ષા આપશે તો તેઓને બોર્ડની પરીક્ષાનો ડર ઓછો થઇ જશે માનસિક મજબૂત બનશે. આ પ્રિ બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં યોજાશે. આ પ્રિ બોર્ડની પરીક્ષા માટે DEO કચેરી દ્વારા પેપર કાઢી સ્કૂલને ઈમેલ કરવામાં આવશે. મહત્વનું છે કે, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આ નિર્ણય અગાઉ 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી સ્કૂલોના પરિણામ સુધારવાની પણ પહેલ કરી હતી.

ચુકાદો/બોમ્બે હાઇકોર્ટે ગર્ભાપત મામલે આપ્યો મોટો ચુકાદો,મહિલાને આપવામાં આવ્યો આ અધિકાર,જાણો

Cold in Gujarat/રાજયમાં ઠંડીનો પ્રકોપ યથાવત! હવામાન વિભાગે આપી આટલા દિવસ પડશે કાતિલ ઠંડી,જાણો