માવઠું/ રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે આ ક્ષેત્રોમાં આજે અને આવતી કાલે આપાઇ “માવઠા”ની આગાહી

રાજ્ય સહિત સમગ્ર દેશમાં શિયાળો બરોબર જામ્યો છે અને ઉત્તર-પૂર્વમાં હિમવરસા અવિરત થઇ રહી હોવાનાં કારણે ઠંડા પવનોએ ભારતભરને ઠુંઠવતી સ્થિતિમાં મુકી દીધુ છે. ભર શિયાળે અને નવા વર્ષની

Top Stories Gujarat Others
mavthu 1 રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે આ ક્ષેત્રોમાં આજે અને આવતી કાલે આપાઇ "માવઠા"ની આગાહી
  • રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
  • આજે અને આવતીકાલે માવઠું પડવાની આગાહી
  • સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં થશે માવઠું
  • ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં પડશે વરસાદ
  • માવઠાથી ગાત્રો થીજવતી ઠંડી વધવાની શક્યતા

રાજ્ય સહિત સમગ્ર દેશમાં શિયાળો બરોબર જામ્યો છે અને ઉત્તર-પૂર્વમાં હિમવરસા અવિરત થઇ રહી હોવાનાં કારણે ઠંડા પવનોએ ભારતભરને ઠુંઠવતી સ્થિતિમાં મુકી દીધુ છે. ભર શિયાળે અને નવા વર્ષની શરૂઆતમાં જ જો કે, ખેડૂતો સહિત તમામ માટે માવઠાનાં માઠા સમાચાર આવ્યા છે. હવામાન દ્વારા ગુજરાતનાં અનેક વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે જાન્યુઆરી-2021ના નવા વર્ષની શરૂઆતમાં ઠંડી નો ચમકારો, કમોસમી વરસાદ અને હિમ પડવાના યોગો દેશના કેટલાક ભાગોમાં છે. દિલ્હી, પૂના, ગુજરાત, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ, યુપી, કાશ્મીર, આસામ, બંગાળ વગેરે સ્થળોએ કમોસમી વરસાદ પડી શકે છે.

Earthquake: કચ્છમાં રાત્રે અનુભવાયો ભૂકંપનો આંચકો, આટલી તીવ્રતા હોવાથી લ…

વાતાવરણમાં અચાનક પલટો : કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠું પડયું  | In the atmosphere Sudden changes: Kutch and Saurashtra's Rain in many  areas | Gujarati News - News in Gujarati -

બદલાતા હવામાનની અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે. ગુજરાતનાં આ બે વિસ્તારમાં વિશેષ રીતે માવઠાની સંભાવનાં હવામાન વિભાગ દ્રારા જોવામાં આવી રહી છે. માવઠાની માઠી અસરોમાં પહેલાથી જ રસ્તા ઉપર જોવામાં આવી રહેલો ખેડૂત ચિંતીત જોવામાં આવી રહ્યો છે.  માવઠાના લીધે જીરાના પાકમાં અસર થઈ શકે છે. તેમજ હિમ વરસાદના કારણે રવિ પાકમાં પણ નુકશાન થવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પૂર્વીય ગુજરાતના ભાગો સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ અને રાજ્યના અન્ય ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તરાયણ પૂર્વે 10 જાન્યુઆરીથી ઠંડી સાથે હવામાનમાં પલટો પણ જોવામાં આવશે તેવી સંભાવનાઓ છે.

Covid-19 / દેશમાં વધુ 4 દર્દીમાં મળ્યો UKનો નવો સ્ટ્રેન, કુલ થયા 29 કેસ…

Maharashtra rain damage: Agriculture, farmers' prospects and the state  economy hit - India Today Insight News

ફેબ્રુઆરીની શરૂઆતમાં કાતિલ ઠંડી પડી શકે છે. બનાસકાંઠાના દાંતીવાડા, કચ્છ-નલિયાના ભાગોમાં ન્યુનતમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયશથી પણ નીચું જઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા ભીતી વ્યક્ત કરવામાં આવી છે. જો કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વર્ષ 2021 માટેની આગાહીમાં જોવામાં આવી રહ્યું છે કે 2021માં અનેક વાર માવઠા જોવામાં આવશે જે વ્યપક નુકસાન પણ નોતરી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…