Teaser/ એક પિતાની પોતાની દીકરી માટે લડાઈ, રુવાડા ઉભા કરી દેશે અજય દેવગનની ‘ભોલા’!

પહેલા ટીઝરમાં જ્યાં માત્ર અજય દેવગન અને તેની દીકરીનો રોલ પ્લે કરતી છોકરીનો લુક બતાવવામાં આવ્યો હતો. બીજા ટીઝરમાં ફિલ્મ સાથે જોડાયેલા ઘણા મહત્વના તથ્યો સામે આવ્યા છે.

Trending Entertainment
અજય દેવગનની

અજય દેવગનની આગામી ફિલ્મ ‘ભોલા’નું બીજું ટીઝર વીડિયો મંગળવારે રિલીઝ કરવામાં આવ્યો છે. ‘સૂર્યવંશી’ અને ‘RRR’ પછી અજય દેવગન ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળશે. જો કે આ વખતે તેના લુકથી લઈને તેની સ્ટાઈલ સુધી બધુ જ અલગ હશે. ટીઝર પરથી આટલો અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મ ‘ભોલા’ની વાર્તા દિલને સ્પર્શી જાય તેવી અને સાહસથી ભરપૂર હશે.

પહેલા ટીઝરમાં જ્યાં માત્ર અજય દેવગન અને તેની દીકરીનો રોલ પ્લે કરતી છોકરીનો લુક બતાવવામાં આવ્યો હતો. બીજા ટીઝરમાં ફિલ્મ સાથે જોડાયેલા ઘણા મહત્વના તથ્યો સામે આવ્યા છે. ફિલ્મના ટીઝર-2માં વાર્તા વિશે ઘણો ખ્યાલ આપવામાં આવ્યો છે. આ સિવાય અજય દેવગન સિવાય અન્ય મહત્વના પાત્રોના લુક્સ પણ જાહેર કરવામાં આવ્યા છે.

અજય દેવગનની આ ફિલ્મ પર લોકોની પ્રતિક્રિયા જોરદાર છે. જો કે, ઓરિજિનલ ફિલ્મ (Kaithi) જોઈ ચૂકેલા દર્શકો ટીઝરથી સંતુષ્ટ નથી. એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘ઈતના મસાલા દાલ દિયા હૈ કે મૂળ ફિલ્મનો ફીલ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે.’ અન્ય એકે લખ્યું, ‘આ ફિલ્મ કૈથીની રિમેક બિલકુલ નથી લાગતી.’ બીજી તરફ જેમણે ઓરિજિનલ ફિલ્મ જોઈ નથી તેઓ આ ફિલ્મના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ પોલીસ પ્રશાસન પર ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- શું મને આ રીતે ન્યાય મળશે!

આ પણ વાંચો:અક્ષય કુમાર-ઈમરાન હાશ્મીની ‘સેલ્ફી’નું ટ્રેલર રિલીઝ, પોલીસ અને સ્ટારની જબરદસ્ત સ્ટોરી

આ પણ વાંચો:રાખી સાવંતના પતિએ ભૂલથી બતાવ્યો ‘હનીમૂન વીડિયો’, અભિનેત્રીએ કહ્યું- શું કરી રહ્યા છો જાન?