Weather/ હવામાન વિભાગની આગાહી, આગામી સમયમાં ગુજરાતમાં પડી શકે માવઠું

હવામાન વિભાગની આગાહી, આગામી સમયમાં ગુજરાતમાં પડી શકે માવઠું

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં હાલમાં ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં માવઠું પડી શકે છે. અને રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. આગામી 27 થી 31 જાન્યુ.ઠંડીની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં માવઠાની આગાહી ને  લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાની આગાહીને પગલે રવિપાકને નુકસાનની ભીતિ  સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં 8 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી શકે છે. 1 થી 11 ફેબ્રુ.સુધી ઉ.ભારતમાં વધુ ઠંડી  પડશે. અને જેની કોલ્ડ વેવની ગુજરાતમાં અસર જોવા મળશે.

નોધનીય છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સણે કારણે ઉત્તરીય પર્વતીય ભાગોમાં ભારે હિમવર્ષા થવાની આશંકા છે. જેને લઇ ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ઉત્તર-પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી વાદળો ઘેરાશે. જેના પરિણામે ફેબ્રુઆરીની શરૂઆતમાં  રાજ્યના કેટલાંક ભાગોમાં માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે. બાદમાં વાદળો વિખરાંતાં ફેબ્રુઆરી માસમાં કાતિલ ઠંડી પડી શકે છે.

Profit / કોરોના કટોકટીમાં પણ HDFC બેંકે કમાવ્યો ચોખ્ખો કરોડો રૂપિયાનો…

કૃષિ આંદોલન / શું 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ નીકળશે ? SCએ દિલ્હી પોલીસને…

froud / કાબુલના રહેવાસીએ અહીંથી લીધી LICની પોલીસી, વીમાની રસીદ જોઈને…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…