Gujarat Assembly Election 2022/ પ્રથમ તબક્કા માટે આજે સાંજે 5 વાગ્યાથી થંભી જશે ચૂંટણી પ્રચાર… નડ્ડા, શાહ અને કેજરીવાલ સહિત ડઝનબંધ નેતાઓ કરશે રેલી

પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન છે. આ માટેનો ચૂંટણી પ્રચાર 29 નવેમ્બર, મંગળવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. બાકીની 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others
પ્રથમ તબક્કા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 89 બેઠકો માટે પ્રથમ તબક્કા માં 1 ડિસેમ્બરે મતદાન છે. આથી આ તબક્કાનો પ્રચાર મંગળવારે સાંજે 5 વાગ્યાથી બંધ થઈ જશે. બાકીની 93 વિધાનસભા બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. બંને તબક્કાનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા ભાવનગરમાં અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગાંધીધામ વિધાનસભા બેઠક પર પ્રચાર કરશે. ગાંધીધામ વિધાનસભા બેઠક કચ્છ જિલ્લામાં આવે છે. પ્રથમ તબક્કાના લોકપ્રિય ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો પણ સમાવેશ થાય છે. ગઢવી દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા માટે ગેઝેટ નોટિફિકેશન 5 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા માટે 10 નવેમ્બરે જારી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બરે સ્ક્રુટીની થઈ હતી, જ્યારે બીજા તબક્કાની તારીખ 18 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કા માટે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર અને બીજા તબક્કા માટે 21 નવેમ્બર હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કા માટે નોમિનેશનનો સમયગાળો પૂરો થઈ ગયો છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. પ્રથમ તબક્કાનું પ્રચાર 29 નવેમ્બરે સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. તે જ સમયે, બંને તબક્કાની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. પ્રથમ તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયાની છેલ્લી તારીખ 14 નવેમ્બર હતી. બીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયાની છેલ્લી તારીખ 17 નવેમ્બર હતી.

આ પણ વાંચો:ચીન આજે ત્રણ અવકાશ યાત્રીઓને સ્પેસમાં મોકલશે, Shenzhou-15 અવકાશયાન લોન્ચ કરશે

આ પણ વાંચો: ગાંધીનગરમાં સ્કૂલવાન અને કાર વચ્ચે થયો અકસ્માત,બે બાળકો ઇજાગ્રસ્ત,કારમાં દારૂ હોવાની આશંકા

આ પણ વાંચો:Forbesએ જાહેર કરી ભારતના 100 અમીર લોકોની યાદી,ટોપ ટેનમાં આ બિઝનેસમેન સામેલ