Botad/ બોટાદમાં ડીઝલ ચોરી કૌભાંડનો થયો પર્દાફાશ,  પોલીસે બે ટીમ બનાવી 8 આરોપી ઝડપ્યા

બોટાદમાં પોલીસે ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રેલવે RPFએ ડીઝલ ચોરી કૌભાંડમાં 8 આરોપી ઝડપ્યા. રેલવે યાર્ડમાં એન્જીનમાંથી ડીઝલ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 02 06T153959.006 બોટાદમાં ડીઝલ ચોરી કૌભાંડનો થયો પર્દાફાશ,  પોલીસે બે ટીમ બનાવી 8 આરોપી ઝડપ્યા

બોટાદ: પોલીસે ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રેલવે RPFએ ડીઝલ ચોરી કૌભાંડમાં 8 આરોપી ઝડપ્યા. રેલવે યાર્ડમાં એન્જીનમાંથી ડીઝલ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદને પગલે ભાવનગર અને બોટાદ રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે ચોરીના બનાવની તપાસ કરતા સમગ્ર ડીઝલ ચોરી કૌભાંડ સામે આવ્યું. જેમાં RCD ડીઝલ ડેપોમાં નોકરી કરતા કર્મચારીઓ દ્વારા જ ચોરી કરાતી હોવાનું સામે આવ્યું. ડીઝલ ચોરી કૌભાંડમાં રેલવે RPF એ 8 આરોપી ઝડપ્યા.

5c0446b1 34b0 4cdf b8fd db72500df85a 1706604912661 બોટાદમાં ડીઝલ ચોરી કૌભાંડનો થયો પર્દાફાશ,  પોલીસે બે ટીમ બનાવી 8 આરોપી ઝડપ્યા

રેલ્વે ડીઝલ ચોરી થવાની ઘટનાઓ અવાર-નવાર બનતા પોલીસને જાણ કરવામાં આવી. યાર્ડમાં 900 લીટર ડીઝલ ચોરી થયાની રેલ્વે પોલીસની જાણ કરાઈ. સમગ્ર બાબતોની તપાસ હાથમાં લેતા પોલીસે ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ કરતા આરોપીની અટકાયત કરી. જ્યારે પોલીસે તપાસમાં 1,400 લીટર ડીઝલ કુંડળ અને બરવાળામાંથી જપ્ત કર્યૂ. રેલવે પોલીસે અગાઉ આ કેસમાં ચાર અરોપીને ઝડપ્યા હતા અને અન્ય શખ્સોની શોધખોળ કરતા રેલવે પોલીસે ડીઝલ ચોરી કૌભાંડના વધુ આરોપી ઝડપ્યા.

fd4a9728 a251 4d28 a1b1 3d2d3aba3004 1706604912663 બોટાદમાં ડીઝલ ચોરી કૌભાંડનો થયો પર્દાફાશ,  પોલીસે બે ટીમ બનાવી 8 આરોપી ઝડપ્યા

આર.પી.એફ પોલીસે બાતમીના આધારે ડિઝલ ચોરી કૌભાંડમાં સંડોવાયેલા પ્રવીણ હરજી સરકડીયા ,રાહુલ વિનોદ મકવાણા ,ઉદય વિજય મકવાણા જી.આર.ડી જવાન ,જયેશ શકરભાઈ  ધરજીયા ,અજિત વિનુ ભાઈ ધરજીયા, ભાવેશ રણછોડ ભાઈ ,નરેશ ભગવાન શેખ અને ચંદુ ભાઈ રસિકભાઈને ઝડપી પાડ્યા.

બોટાદ શહેરના રેલ્વે સ્ટેશનમાં આવેલા યાર્ડમાં રેલવેના એન્જિનમાંથી ડીઝલ ચોરી થયાનું રેલવે આરપીએફ પોલીસને જાણ કરવામાં આવી. બાદમાં રેલવે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા 1400 લીટર ડીઝલ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ટીમો ભાવનગર ડિવિઝન ડી.એસ.સીના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી હતી. આ ટીમમાં આરપી.એફ. વિભાગના એ.એસ.કનુભાઈ, રામ પ્રતાપ યાદવ તેમજ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર, મનીષ ગિરીની ટીમ જોડાઈ હતી. જ્યારે બોટાદ પોલીસમાંથી પી.આઈ.ઉદયભાણ, એએસ.આઈ ગોવિંદભાઈ, હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ વાઘેલા, કોન્સ્ટેબલ મામતભાઈ અને કલ્યાણભાઈ અન્ય એક ટીમમાં જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી