OMG!/ લેન્ડમાઇન્સ શોધીને હજારો લોકોનો જીવ બચાવનાર અને બ્રિટેનનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત આ ઉંદર હવે થયો સેવા-નિવૃત્ત

કંબોડિયામાં સુંઘી બોમ્બ અને લેન્ડમાઈન એટલે કે જમીનની અંદર બનાવેલી જીવલેણ સુરંગ ને  શોધતો ઉંદર હવે સેવા નિવૃત થયો છે. આ ઉંદરનું નામ માગાવા છે,

World Trending
magava લેન્ડમાઇન્સ શોધીને હજારો લોકોનો જીવ બચાવનાર અને બ્રિટેનનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત આ ઉંદર હવે થયો સેવા-નિવૃત્ત

કંબોડિયામાં સુંઘી બોમ્બ અને લેન્ડમાઈન એટલે કે જમીનની અંદર બનાવેલી જીવલેણ સુરંગ ને  શોધતો ઉંદર હવે સેવા નિવૃત થયો છે. આ ઉંદરનું નામ માગાવા છે, જે એક વિશાળ આફ્રિકન ઉંદર છે. કંબોડિયાના ગ્રામીણ વિસ્તારોમાં પડેલા લેન્ડમાઇન્સને સુંઘીને વર્ષો પસાર કર્યા અને હજારો લોકોના જીવ બચાવ્યા છે. પરંતુ હવે તે નિવૃત્ત થઈ ગયો છે અને બાકીની જિંદગી કેળા અને મગફળી ખાવામાં ગાળશે.

Bomb Sniffing Rat Magawa (6)

માગાવા મૂળ તાંઝાનિયાથી છે. તેમને બેલ્જિયન ચેરિટી ‘એપોપો’ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. એપોપો કહે છે કે તેની પાંચ વર્ષની કારકિર્દીમાં, માગાવા એ 2,25,000 ચોરસ મીટર જમીનમાંથી લેન્ડ માઈન્સ દુર કરવામાં મદદ કરી છે. જે આશરે  42 ફૂટબોલ મેચના ગ્રાઉન્ડ બરાબર છે.

Bomb Sniffing Rat Magawa (2)

કંબોડિયામાં એપોપો ચેરીટી પ્રોગ્રામના મેનેજર માઇકલ હેઇમેને જણાવ્યું હતું કે 71 લેન્ડમાઇન્સ અને 38 અવિસ્ફોટિત બોમ્બ શોધી કાઢ્યા બાદ માગાવા થોડો કંટાળી ગયો હોય તેમ લાગતું હતું. આને કારણે અમે તેને સેવા  નિવૃત્ત કર્યો છે.

Bomb Sniffing Rat Magawa (5)

એપોપોએ માગાવા ને  તાંઝાનિયામાં વિસ્ફોટકોની અંદર આવેલા  રાસાયણિક સંયોજનો શોધવા માટે તાલીમ આપી. તેને બદલે, તેને તેના મનપસંદ કેળા અને મગફળી ખવડાવવામાં આવતી હતી.  માગાવા જમીનને કોતરીને તેની નીચે આવેલા બોમ્બ કે માઈન્સ વિષે જાણકારી આપતો હતો.

Bomb Sniffing Rat Magawa (4)

માગાવા  ટેનિસ કોર્ટના કદના જેટલા ક્ષેત્રમાં ફરીને માત્ર ૩૦ મીનીટમાં બોમ્બ શોધી શકે છે. જ્યારે પરંપરાગત મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરીને આ કરવામાં ચાર દિવસનો સમય લાગશે. તે માગાવાને કાબુમાં રાખવા માટે તેના ગાળામાં પટ્ટો બાંધવો મુશ્કેલ છે. પરંતુ તે વજનમાં એટલો હલકો છે કે  જો તે લેન્ડમાઇન પર ઉભો રહે તો ત્યાં વિસ્ફોટ થશે નહિ.

Bomb Sniffing Rat Magawa (3)

માઇકલ હેઇમે જણાવ્યું હતું કે માગાવાએ તેનો મોટાભાગનો સમય પાનખરમાં કેળા અને મગફળી ખાવામાં ખર્ચ કર્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ઉંદરને બોમ્બ અને લેન્ડમાઈન્સ શોધવાની તેની અદભૂત કુશળતા બદલ, બ્રિટનના સર્વોચ્ચ નાગરિક સન્માનની સમકક્ષ એનિમલ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.