Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં કોરિયન મટીરીયલથી  59.54 લાખનું ડિજિટલ કમલ ખીલશે

રાષ્ટ્રીય પ્રતિકોમાં રાષ્ટ્રીય ફુલ તરીકે કમળનું ફૂલ રહેલું છે. બીજી તરફ વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પ્રતીક ચિન્હ પણ કમળ છે. ત્યારે એસ.ઓ.યુ.(સ્ટેચ્યુ ઓફ યુનિટી) માં યુનિટી ગ્લો ગાર્ડનમાં ભારતની ધાર્મિક વિવિધતામાં એકતાને પ્રદર્શિત કરતું રાષ્ટ્રીય ફૂલ કમળની 3D LED પ્રતિકૃતિ ₹59.54 લાખના ખર્ચે સ્થપાશે.

Gujarat Others Trending
magava 2 સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં કોરિયન મટીરીયલથી  59.54 લાખનું ડિજિટલ કમલ ખીલશે

એક તરફ કમલનું ફૂલ રાષ્ટ્રીય ફૂલ અને બીજી તરફ ભાજપા નું ચૂંટણી ચિન્હ હોવાથી લોકોમાં તર્ક વિતર્ક

દેશના પૂર્વ ગૃહમંત્રી અને દેશના 562 વિભિન્ન રજવાડા ભેગા કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર એવા સરદાર વલ્લભભાઇ પટેલનું રૂ. ૩,૦૦૦ કરોડ થી વધુની લાગતથી તૈયાર થયેલ વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક આજે નર્મદા જિલ્લાના કેવડિયા એટલે કે સરદાર ડેમ પાસે ઉભું છે. જ્યાં દેશ વિદેશથી પર્યટકો આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને નિહારવા આવે છે અને સરદાર પટેલ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ બદલ આ વિરાટ પ્રતિમાને નિહાળી જાણે સાક્ષાત સરદાર સાહેબ હાજર હોય તેવી અનુભૂતિ કરતા હોય છે. દેશની અખંડિતા રહે દરેક ધર્મ અને જાતિ ધરાવતા દેશવાસીઓમાં ભાઈચારો જળવાઈ રહે અને દેશ પણ અખંડિત રહે તેવા આશય સાથે એક રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનું જીવન પસાર કરનાર સરદાર પટેલને આજે પણ લોહ પુરુષ તરીકે દરેક ભારતીય તેમને માન સન્માન આપે છે.

રાષ્ટ્રીય પ્રતિકોમાં રાષ્ટ્રીય ફુલ તરીકે કમળનું ફૂલ રહેલું છે. બીજી તરફ વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પ્રતીક ચિન્હ પણ કમળ છે. ત્યારે એસ.ઓ.યુ.(સ્ટેચ્યુ ઓફ યુનિટી) માં યુનિટી ગ્લો ગાર્ડનમાં ભારતની ધાર્મિક વિવિધતામાં એકતાને પ્રદર્શિત કરતું રાષ્ટ્રીય ફૂલ કમળની 3D LED પ્રતિકૃતિ ₹59.54 લાખના ખર્ચે સ્થપાશે. દરેક પાખડી પર હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન અને બૌદ્ધ ધર્મના ધાર્મિક પ્રતીકો સાથે કમળ આકારનું કમળના ફૂલોના ક્લસ્ટર જેને નેશનલ ફ્લાવર પેચ કહેવામાં આવે છે. તેમાં સેલ્ફ એલઇડીની રોશની દરેક કમળની ઉંચાઈ 5 ફુટ, લંબાઈ 6 ફૂટ અને પહોળાઈ 8 ઇંચ જેટલી રહેશે. SSNL દ્વારા 3 વર્ષની ઓપરેશન એન્ડ મેઇન્ટનન્સ સાથે ટેન્ડર બહાર પડાયું છે.

magava 1 સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં કોરિયન મટીરીયલથી  59.54 લાખનું ડિજિટલ કમલ ખીલશે

ત્યારે એક તરફ રાષ્ટ્રીય પ્રતીક અને બીજી તરફ વર્તમાન કેન્દ્ર સરકારની પાર્ટીનું પ્રતિક હોય અને સરકારે કમળના ફૂલની જ પસંદગી કરી હોય આ સંયોગને લોકો રાજકીય લાભ તરીકે જોઈ રહ્યા છે. રાજકીય પાર્ટીના પ્રતિકોને ભૂતકાળમાં વિરોધ પાર્ટીઓ દ્વારા વિરોધ કરી તોડી પાડવા માટેની ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. જેમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં બહુજન મુક્તિ પાર્ટી તરફથી ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી માયાવતી સરકાર દરમિયાન લોકોના ભારે વિરોધના પગલે ૫૦ થી વધુ હાથીઓના સ્ટેચ્યુને પોલીથીન ઓઢાડી દેવાયા હતા. હાથી એ તત્કાલીન  સરકારનું પોલીટીકલ પ્રતીક હતું. અન્ય રાજકીય પાર્ટીઓએ ભારે વિરોધ કર્યો હતો, જેના પરિણામે ચૂંટણી કમિશનરે તમામ હાથીની પ્રતિમાઓને લોકોની નજરમાંથી બચાવવા તમામ પ્રતિમાઓને ઢાંકી દેવા આદેશ કર્યો હતો. લોકસભા અને રાજ્ય સભામાં પણ આ મુદ્દો ગરમાયો હતો.

ત્યારે કેવડિયાના એસ.ઓ.યુ. ખાતે નિર્માણ પામવાની તૈયારીમાં રૂ. 59.54 લાખના કમળના ફૂલ પર કોઈ ગ્રહણ ન લાગે તે જોવું રહ્યું પણ ભૂતકાળમાં હાથીની પ્રતિમાઓ ને ઢાંકી દેવામાં આવી હતી.  એકતાના પ્રતિક તરીકે નિમાર્ણ પામનાર ધાર્મિક વિવિધતામાં એકતા એટલે કે કમળના ફૂલ પર ભવિષ્યમાં વિવાદ ઉભો થાય છે કે નહી  તે સમય બતાવશે પણ હાલ તો કોરિયન મટીરીયલથી ડીઝીટલ એલ.ઇ.ડી. સાથે ઝગમગાટ કરવા તૈયાર એવા કમળના ફુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

રાજકીય / રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને  PM મોદીની પ્રશંસા કરતા કહ્યું, ‘ભારતના વડા પ્રધાન એક જવાબદાર નેતા છે’ સાથે ….

જમ્મુ-કાશ્મીર / શ્રીનગરમાં છાનપોરા પોલીસ ચોકી પાસે મળ્યો IED , સુરક્ષા દળોએ આતંકવાદીના કાવતરાને કર્યું નાકામ