હરિયાણા/ યુવકને કારમાંથી બહાર કાઢી ગોળી મારીને ફિલ્મી સ્ટાઈલમાં કરી હત્યા

સીસીટીવીમાં હત્યા ઘટના કેદ , 30 થી વધુ ગોળીઓ છોડી મોતને ઘાટ ઉતાર્યો

Top Stories India
YouTube Thumbnail 2024 03 10T190336.245 યુવકને કારમાંથી બહાર કાઢી ગોળી મારીને ફિલ્મી સ્ટાઈલમાં કરી હત્યા

@નિકુંજ પટેલ

હરિયાણામાં ગોળીબાર અને હત્યાઓના બનાવો અટકાવાનું નામ નથી લેતા. દરરોજ કોઈને કોઈ ગેંગ કોઈને કોઈ શખ્સની જાહેરમાં હત્યા કરી રહી છે. તાજેતરમાં જ નફે સિંહ રાઠીની હત્યાનું કોકડુ ઉકેલાયું નથી ત્યાં હવે સોનીપતના મુરથલમાં વધુ એક હત્યાકાંડ થયો છે. જેમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બે શખ્સોએ એક શખ્સને કારની બહાર કાઢીને તેની પર 30 ગોળીઓ છોડી હતી. જેમાં તેનું મોત નીપજ્યુ હતું.

આ બનાવ સોનીપતમાં રવિવારે સવારે 8.30 વાગ્યે બન્યો હતો. જેમાં મુરથલમાં ગુલશન ઢાબા પર હત્યારાઓએ દારૂનો ધંધો કરતા સુંદર મલિકની ગોળીઓ મારીને હત્યા કરી નાંખી હતી. તેમણે ઓછામાં ઓછી 30 જેટલી ગોળીઓ છોડી હતી. મૃતકે આરોપીઓથી બચવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો. આ હત્યાકાંડનો વિડીયો વાયરલ થયો છે.

બીજીતરફ આ હત્યાકાંડ બાદ સોશિયલ મિડીયા પર એક પોસ્ટ મુકીને ભાઉ ગેંગે તેની જવાબદારી લીધી છે. પોસ્ટમાં લખ્યું છે કે આજે મુરથલ સોનીપતમાં જે સુંદર મેંટલનું મર્ડર થયું છે તે હિમાંશુ ભાઉએ કરાવ્યું છે. સુંદર પોતાને મોટો ગુડો માનતો હતો. અમે અમારી વિરૂધ્ધ જે પણ જશે તેને રિઝલ્ટ આપીએ છીએ.

આ હત્યાકાંડ બાદ વિપક્ષી દળોએ હરિયાણાની ખટ્ટર સરકાર પર જબરજસ્ત વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ ટ્વીટ કરીને લખ્યું છે કે આજે સવારે સવારે ફરી એકવાર અપરાધીઓની બંદૂકો ગરજી, ગોળીઓ છોડાઈ, સોનીપતમાં વધુ એક હત્યાના સમાચારે લોકોમાં ડર ફેલાવી દીધો છે. એવું લાગે છે કે આરોપીઓના ડર સામે સરકાર અને સરકારી મશીનરીની બોલતી બંધ થઈ ગઈ છે. જે હરિયાણા 2014 પહેલા સુખ, શાંતિ, એમન-ચૈન અને ભાઈતારા માટે નંબર એક પર હતું. આજે તે અપરાધ નંબર એક પર પહોંચી ગયું છે. આ જંગલરાજ માટે ખટ્ટર સરકાર જવાબદાર છે. ચૂંટણી બાદ હરિયાણામાં જંગલરાજ લાવનારી આ સરકાર પણ જશે અને પ્રદેશમાંથી અપરાધીઓનો પણ સફાયો થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનમાં આવતીકાલે સવારથી 48 કલાક બંધ રહેશે પેટ્રોલ પંપ, જાણો કેમ થઈ રહી છે હડતાળ

આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?

આ પણ વાંચો:TMCના લોકોને ભત્રીજાની અને કોંગ્રેસને દીકરા-દીકરની ચિંતા, PM નરેન્દ્ર મોદીનો પરિવારવાદ પર પ્રહાર

આ પણ વાંચો:ગૃહમંત્રી અમિત શાહે લાલુ યાદવને આપી ચેતવણી, કહ્યું- જમીન પર અતિક્રમણ કરનારાની ખેર નહીં