Video/ 15 હજાર ફૂટની ઉંચાઈ પર માઇન્સ તાપમાનમાં ITBPના જવાનો કેવી રીતે સુરક્ષા કરી રહ્યા છે,જુઓ વીડિયો

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનો ઉત્તરાખંડ હિમાલયની આસપાસ શૂન્યથી નીચે તાપમાનમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા છે.

Top Stories India
8 16 15 હજાર ફૂટની ઉંચાઈ પર માઇન્સ તાપમાનમાં ITBPના જવાનો કેવી રીતે સુરક્ષા કરી રહ્યા છે,જુઓ વીડિયો

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનો ઉત્તરાખંડ હિમાલયની આસપાસ શૂન્યથી નીચે તાપમાનમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા છે. મળતી માહિતી મુજબ, સૈનિકો 15,000 ફૂટની ઉંચાઈ પર સુરક્ષા કરી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં ઘણા સૈનિકો દોરડાની મદદથી એકબીજાને અનુસરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં દેખાતા જવાનોના ખભા પર હથિયાર લટકેલા છે અને હાથમાં લાકડી લઈને આગળ વધી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સૈનિકોના ઘૂંટણ સુધી બરફની ઉંડાઈ છે, જેના કારણે જવાનોને આગળ વધવામાં મુશ્કેલી થઈ રહી છે પરંતુ તેઓ રોકાયા વિના આગળ વધતા જોવા મળે છે. 15,000 ફૂટની ઊંચાઈએ બરફીલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા જવાનોનો વીડિયો જોઈને લોકો તેમની હિંમતને સલામ કરી રહ્યા છે.